જુની ટેવ ફરી પાડો: હેન્ડ શેકના બદલે ‘નમસ્તે’ કરવા મોદીની લોકોને સલાહ

07 March 2020 03:18 PM
Health India
  • જુની ટેવ ફરી પાડો: હેન્ડ શેકના બદલે ‘નમસ્તે’ કરવા મોદીની લોકોને સલાહ

જનઔષધી કેન્દ્રોમાંથી દર મહીને 1 કરોડ લોકો જેનેરિક દવાઓ ખરીદે છે : લોકોને 2500 કરોડનો ફાયદો: ડોકટરો જેનેરીક દવાઓ જ લખે

નવી દિલ્હી તા.7
જનઔષધીય દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરના જનઔષધિ કેન્દ્રો ખાતે લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વાતચીત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં કોરોના વાઈરસ સંબંધી પૂછાયેલા સાલના જવાબમાં લોકોને અફવાથી બચવા સલાહ આપી જરૂર પડયે ડોકટરની સલાહ લેવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આજે નમસ્તેની આદત વિકસાવી રહ્યું છે. કોઈ કારણથી જો આપણે આ ટેવ છોડી દીધી હોય તો હાથ મેલવવાના બદલે હાથ જોડી નમસ્તે કહેવાની ટેવ ફરી અપનાવવાનો આ યોગ્ય સમય છે.

મોદીએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી 6000થી વધુ જનઔષધી કેન્દ્રો ખુલી ગયા છે. આ યોજનાના કારણે સારવાર ખર્ચ ઓછો થાય છે. દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂા.2000 થી 2500 કરોડ વધી ગયા છે. આજે દર મહીને એક કરોડથી વધુ પરિવારો જનઔષધી કેન્દ્રોમાંથી સસ્તી દવાઓ ખરીદ કરી રહ્યા છે.

મોદીએ જણાવ્યું હતું કે જેનરિક દવાઓ જરાપણ ઉતરતી નથી. ભારતમાં બનેલી જેનરીક દવાઓની ડિમાન્ડ આખા વિશ્વમાં સરકારે દરેક હોસ્પીટલ માટે જેનેરિક દવા લખવી જરૂરી બનાવી છે.

મોદીએ જણાવ્યું કે આજે 1000 આવશ્યક દવાઓના ભાવ નિયંત્રીત કરાતા લોકોને 12500 કરોડનો ફાયદો થયો છે.


Loading...
Advertisement