લોન લેવામાં પણ પુરૂષોથી આગળ નીકળી રહી છે મહિલાઓ

06 March 2020 10:37 AM
India Woman
  • લોન લેવામાં પણ પુરૂષોથી આગળ નીકળી રહી છે મહિલાઓ

મુંબઇ તા.6
ભારતમાં હવે મહિલાઓ પણ લોન મેળવવામાં આગળ આવી રહી છે. લોન લેનાર વ્યકિતના ક્રેડીટ સ્કોર નક્કી કરતી ટ્રાન્સયુનિયન સિબિલના અહેવાલ અનુસાર દેશમાં લોન લેનાર મહિલાઓની સંખ્યા લગભગ 3 કરોડ જેટલી થઇ ગઇ છે. સપ્ટેમ્બર 2019માં કુલ મહિલાઓ જેમણે લોન મેળવી હોય એનું પ્રમાણ 26 ટકા નોંધાયું છે જે સપ્ટેમ્બર 2013માં 21 ટકા હતું.

આ અહેવાલ વધુમાં જણાવે છે કે 2019ના ત્રીજા ત્રિમાસીક ગાળામાં લોન ઉત્પાદનો માટે 62 લાખ મહિલા ઋણધારકોએ પૂછપરછ કરી હતી. 2019ના ત્રીજા ત્રિમાસીક ગાળામાં મહિલા ઋણધારકો દ્વારા 63 લાખ અકાઉન્ટસ ખૂલ્યા હતાં. આ સંખ્યા છેલ્લા 6 વર્ષમાં 6 ગણી વધી છે.

ઇન્કવાયરી વોલ્યુમનો 20 ટકા હિસ્સો મહિલાઓનો
લોન લેનારી મહિલાઓની સંખ્યામાં વધારો થવાની સાથે તેમનામાં જાગૃતિ અને ધિરાણ પ્રત્યેની જાણકારીમાં પણ વધારો થયો છે. જેમાં સેલ્ફ મોનીટરીંગ મહિલા ઉપભોકતાઓની સંખ્યામાં 2018 અને 2019 વચ્ચે 62 ટકા સુધીનો વધારો થયો છે. આ વધારો સેલ્ફ મોનીટરીંગ પુરૂષ ઉપભોકતાઓ 30 ટકાની વૃઘ્ધિ કરતાં બમણો છે.

આ તારણો મુજબ સેલ્ફ મોનીટરીંગ મહિલા ઉપભોકતાઓમાંથી 56 ટકા મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, અને દિલ્હીની છે. આ બાબત નોંધાવી મહત્વપૂર્ણ છે કે જયારે આ સેગમેન્ટમાં આંધ્ર પ્રદેશનું પ્રદાન ફકત પાંચ ટકા છે ત્યારે એમાંથી 44 ટકા તેમનો સિબિલ સ્કોર અને રિપોર્ટ ચેક કર્યાના ત્રણ મહિનાની અંદર લોન કે ક્રેડીટ કાર્ડનો લાભ લે છે. આ દર્શાવે છે કે તેઓ ક્રેડીટ પ્રત્યે સજાગ છે.

રસપ્રદ બાબત એ છે કે 64 ટકા સેલ્ફ-મોનીટરીંગ મહિલા ઉપભોકતાઓ યુવાન છે. આ વયજૂથમાં સરેરાશ સિબિલ સ્કોર નોંધપાત્ર છે. જેમાં સેલ્ફ મોનીટરીંગ યુવાન મહિલા ઉપભોકતાઓ સરેરાશ સિબિલ સ્કોર 73પ ધરાવે છે. સરેરાશ સેલ્ફ મોનીટરીંગ મહિલા ઉપભોકતાનો સિબિલ સ્કોર 734 છે. જે સેલ્ફ મોનીટરીંગ પુરૂષના સરેરાશ સિબિલ સ્કોર 726થી વધારે છે.

આ મહિલાઓ લોનનો ઉપયોગ શેમાં કરે છે?
તેમનો ત્રણ મહિનાનો સિબિલ સ્કોર અને રિપોર્ટ ચકાસતાં જાણકારી મળી છે કે બાવન ટકા મહિલા ઉપભોકતાઓ (પૂછપરછ જ) ઓછામાં ઓછા એક લોન-અકાઉન્ટ કે ક્રેડીટ કાર્ડ માટે અરજી કરે છે. ઉપરાંત 35 ટકા લોન મેળવશે અથવા ક્રેડીટ કાર્ડનો લાભ લેશે.

મહિલાઓએ તેમના ધિરાણ પ્રત્યે સભાનતા પણ દાખવી છે અને તેમનો સિબિલ સ્કોર અને રિપોર્ટની ચકાસણી કર્યાના 6 મહિનાની અંદર એમાંથી 4પ ટકાએ તેમની ક્રેડીટ પ્રોફાઇલમાં સુધારો કર્યો છે. (સિબિલ સ્કોર) આ સુનિશ્ચિત કરે છે કે તેઓ સૌથી વધુ જરૂર હોય ત્યારે જ લોનનો લાભ લે છે.


Loading...
Advertisement