સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનમાં કાલથી બે દિ’ રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ

28 February 2020 07:43 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનમાં કાલથી બે દિ’ રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ

એલ્યુમની એસો. દ્વારા થયેલું આયોજન

રાજકોટ, તા. 28
સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવન ખાતે તા.29 ફેબ્રુઆરી અને તા. 1 માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન ભવનના એલ્યુમની એસો. દ્વારા કરવામાં આવેલ છે. સેમિનારનો સંપૂર્ણ ખર્ચ આ એસો.દ્વારા ઉઠાવવામા આવેલ છે.
આ સેમિનારનો વિષય 19 મી સદીની મહિલા નવલકથાકારો અને તેમની મહિલા લેખો પર અસર છે. 19 મી સદીમાં ઈંગ્લેન્ડમાં ઘણી મહિલા લેખકોએ નવલકથાઓ લખી અનો તેમાં સમાજ અને તેમાં સ્ત્રીનું આલેખન તદન જુદી રીતે કર્યુ. તેમણે સ્ત્રીઓની અવસ્થા, સમસ્યાઓ, ફરીયાદો, અપેક્ષાઓ વગેરેનું અંગ્રેજીમાં કદી ન થયુ હોય તેવુ વાસ્તવદર્શી ચિત્ર આલેખ્યુ. તેમાંથી જ આગળ જતા નારીવાદનો પણ જન્મ થયો. આ મહિલા લેખકોની અસર દુનિયાના તમામ મહિલા લેખકો પર સીધી કે આડકતરી અસરો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
ભારતના લગભગ પાંચ રાજયોમાંથી આશરે 40 થી વધુ ચકાસાયેલા અને પસંદ કરવામાં આવેલ શોધપત્રો આ સેમિનારમાં પ્લેજિયારીજમની પરીક્ષામાં ફેઈલ ગયેલ એક પણ શોધપત્ર આ સેમિનારમાં રજુ થવા દેવામાં આવેલ નથી.
65 થી થી વધુ અધ્યાપકો, સંશોધકો અને શોધકર્તાઓ આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે.
સેમિનારમાં પુના યુનિ.ના અંગ્રેજી ભવનના ભૂતપૂર્વ વડા પ્રો.પ્રશાંતકુમારસિંહાને પ્રો.રૂપિન દેસાઈ સંબોધન કરશે. આ ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટીના અંગ્રેજી ભવન વડોદરાના ભૂતપૂર્વ વડા અને બલવંત પારેખ સેન્ટર ફોર હયુમિનિટિસના ડિરેકટર પ્રો.પ્રફૂલ્લ કાર ડો.કમલ મહેતા સહિતના મહાનુભાવો સેમિનારીમાં સંબોધન કરશે.


Loading...
Advertisement