ફયુઅલ ઓફ સ્પેસ સાયન્સ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ વિષય પર વૈજ્ઞાનિક પરિસંવાદ યોજાયો

28 February 2020 07:42 PM
Rajkot
  • ફયુઅલ ઓફ સ્પેસ સાયન્સ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ વિષય પર વૈજ્ઞાનિક પરિસંવાદ યોજાયો

ઈસરોના વૈજ્ઞાનિકો સાથે શ્રોતાઓની પ્રશ્ર્નોતરી: હવામાનનું વર્ટીકલ પ્રોફાઈલ જોવાની ક્ષમતા એક માત્ર ઈસરો વિકસાવી

રાજકોટ, તા. 28
રાજકોટમાં એવીપીટીઆઈ કોલેજમાં ચાલી રહેલા એવીપીટીઆઈ, વીવીપી, ઈજનેરી કોલેજનાં સંયુકત ઉપક્રમે ઈસરો કાર્નીવલના ભાગ રૂપે રામકૃષ્ણ આશ્રમનાં વિવેક હોલ ખાતે ઈસરોના સીનીયર વૈજ્ઞાનિકો ડો.ચિરાગ ધવન, ડો.જયંત જોશી, ડો.ભગીરથ માંકડ ડો.સતીષ રાવ, ડો.કશ્યપ માંકડની પેનલે પરિસંવાદ કર્યો હતો. જેમાં શ્રોતાજનોએ પણ ઉત્સાહભર રીતે તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ પ્રશ્ર્નો પૂછયા હતાં.
રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી અને એવીપીટીઆઈનાં પ્રિન્સીપાલ ડો.એ.એસ.પંડયા રહ્યા હતાં. એવીપીટીઆઈના પ્રિન્સીપાલ ડો. એ.એસ.પંડયાએ સ્વાગત વ્યાખ્યાન કર્યુ હતું અને સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના આર્શીવચને સભામાં નવુ જોશ લાવી દીધુ હતું. તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવનની અદભૂત પળોની સાથે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાજકોટ આવ્યા હતાં. ત્યારે રામકૃષ્ણ આશ્રમનાં હોલમાં કઈ રીતે ધ્યાનસ્થ થઈ ગયા હતા તેની વાત કરી હતી જણાવ્યુ હતું કે, બીજા કોઈ પણ કરતા સ્પેસ સાયન્સમાં આપણે પાછળ ન રહી જઈએ તે ઈસરોનો પ્રયાસ છે. ફીશરીઝ, એગ્રીકલ્ચરમાં અમારા ઉપગ્રહોની ખુબ ઉપયોગીતાઓ છે. ટેલી એજયુકેશન અને ટેલીમેડીસીનમાં તો અમે 40 વર્ષથી કામ કરીએ છીએ અને સમાજ તેના ફળો ચાખી રહ્યો છે. ઈસરો આ 40 વર્ષમાં ખુબ સંઘર્ષ કર્યો છે. વિક્રમ સારાભાઈનાં 100 માં વર્ષમાં અને 500 જગ્યાએ પ્રદર્શનો યોજવાનું નકકી કર્યુ છે બધે જ ખુબ મોટો આવકાર અમને મળે છે.
ડો.જયંત જોશીએ જણાવ્યું કે, સૌ પ્રથમ એસએલવી 3 એટલે કે સેટેલાઈટ લોન્ચ વ્હીકલ લોન્ચ કર્યુ ત્યારે ત્રણ ટીમ હતી. તેમણે કહ્યું કે હું જયારે નવો નવો ઈસરોમાં જોડાયો હતો ત્યારે એક વખત એવુ પણ બન્યું કે ડો.કમાલ સાવ નીચે મારી સાથે આવીને બેસી ગયા હતાં. ડો.ભગીરથ માંકડે જણાવ્યુ હતું કે 400 થી 500 કીમી ઉપરથી ઈસરો આજે 20 સેન્ટીમીટરની વસ્તુ જોઈ શકે છે. ઈસરોનું કલ્ચર ખુબજ ઈન્ફોર્મલ છે. મોટામાં મોટો માણસ પણ નાનામાં નાના માણસને માન આપે છે. ઈસરો સામે આ વર્ષો દરમિયાન આવેલા દરેક પડકારને ઈસરોએ પાર કર્યો છે.
ડો.કશ્યપ માંકડે છેલ્લા 40 વર્ષમાં ઈસરોએ લાખો લોકોની જીંદગી બચાવી છે ખાસ કરીને પૂરના સમયમાં અમારા ઈસેન્ટ 3ડી જેવા ઉપગ્રહો કામ લાગે છે. હવામાનનું વર્ટીકલ પ્રોફાઈલ જેવાની ક્ષમતા નાસા પાસે પણ નથી જે આજે ઈસરો પામે છે અમને ગૌરવ છે કે ઈસરો આજે જાતે આવી ટેકનોલોજી ઉભી કરી શકે છે.વિદ્યાર્થીઓ તરફથી પુછયેલા વિવિધ પ્રશ્ર્નોનાં જવાબમાં પેનલે જણાવ્યુ હતું કે, ઈસરો મોટા ભાગનાં કમ્પોનન્ટસ ઈન્ડીયસન્સ બનાવે છે. ઈસરોએ ઘણા ઈન્કયુબેશન સેન્ટર ખોલ્યા છે. અને સ્ટાર્ટઅપમાં પણ ભાગ રહ્યું છે. એમઆઈના નવા ફોનમાં નાવીક સીસ્ટમનો ઉપયોગ જવાનો છે થઈ રહ્યો છે. ક્રાયો ઈધણ આપણને મળવા લાગવાથી હવે આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ. મોટા ભાગની વસ્તુઓ જેમકે સંપૂર્ણ બાહુબલી ઈન્ડીજીનીયસ ઉપગ્રહ અને લોન્ચ વિહીકલ બનાવ્યા છે. આમ આપણે સક્ષમ થઈ રહ્યા છીએ. ઈસરો સીવીલીયન યુઝ માટે જ છે લોકોનાં ભલા માટે છે જેમકે ભવિષ્યની ફયુઅલ ટેકનોલોજી માટે પણ ઈસરો પ્રયત્નશીલ હોવાનું જણાવ્યુ હતું.


Loading...
Advertisement