હેવવીથ હેપીનેશને ચાર વર્ષ પૂર્ણ થતા મ્યુઝીકલ નાઈટનો કાર્યક્રમ યોજાયો

28 February 2020 07:41 PM
Rajkot
  • હેવવીથ હેપીનેશને ચાર વર્ષ પૂર્ણ થતા મ્યુઝીકલ નાઈટનો કાર્યક્રમ યોજાયો

રાજકોટના ગાયક કલાકારોએ જુના ગીતોની રમઝટ બોલાવી

રાજકોટ,તા. 28
છેલ્લા ચાર વર્ષથી હેવ વીથ હેપીનેશ (એનજીઓ) રાજકોટમાં સેવા આપી રહ્યું છે. એને ચાર વર્ષ પૂર્ણ થતાં હેમુ ગઢવી હોલમાં મ્યુઝીકલ નાઈટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકારો અનવરભાઈ હાજી, સોનલબેન થાપા, નૈસદભાઈ જોષી, ઇલાબેન દોશી અને કિરીટભાઈ ધોળકીયા નવાજૂુના ગીતોની બહાર છલકાવી હતી. સાથે હેવ વીથ હેપીનેશનાં ચાર વર્ષ પૂર્ણ થતા નવા હોદેદારો નિમાયા હતાં. જેમાં પ્રમુખપદે નિશ્ર્ચલભાઈ જોષી, ઉપપ્રમુખ નૈમીશભાઈ કનૈયા, મહામંત્રી મહીપતભાઈ જોશી, મંત્રી તેજસભાઈ વ્યાસ અને ખજાનચી મેહુલભાઈ ધોળકીયાની નિમણુંક થઇ હતી.
આ સાથે બહેનોમાં પ્રમુખપદે દિપાબેન કાચાની વરણી થઇ હતી. આ કાર્યક્રમમાં રીટાયર્ડ આર્મી કેપ્ટન જયદેવભાઈ જોશી, વોર્ડ નં. 2ના ભાજપ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી જયસુખભાઈ પરમાર, હિન્દુ યુવા વાહિનીના સંજયભાઈ ગઢવી અને રાજુભાઈ ઉમરાણીયા, સીજે ગ્રુપના ચિરાગભાઈ ધામેચા, વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટનાં શૈલેષભાઈ પંડીયા, વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સીપાલ ડોડીયા, વેસ્ટર્ન રેલવેનાં રીટાયર્ડ કર્મચારીઓ, દિપાબેન મલકાણ, રાબેન જોષી વિવિધ મહેમાનો અન્ે સમાજનાં અગ્રણીઓ હાજર રહ્યા હતાં.


Loading...
Advertisement