કરાઓકે રેમ્પવોક, ડાન્સ સ્પર્ધા અને ફેશન શોનું આયોજન

28 February 2020 07:40 PM
Rajkot
  • કરાઓકે રેમ્પવોક, ડાન્સ સ્પર્ધા અને ફેશન શોનું આયોજન

રવિ રાંદર ફિલ્મસ મુંબઈ તથા સીકે ગુજરાત 1616 ફિલ્મસ દ્વારા ત્રિ-દિવસીય વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 28 ફેબ્રુઆરીના કરાઓકે ફીલ્મી ગીત સ્પર્ધા, 29ના બ્રાઈડલ, રેમ્પવોક સ્પર્ધા અને રાજકોટ, મુંબઈના પ્રોફેશનલ મોડેલ નેહા ગુપ્તા, વર્ષા પરમાર, સાક્ષી રાજપુત, પ્રિયંકા નીકાજે, મનોજ રાવ, મહમદ જાફીયા, જીતુ કનોજીયા દ્વારા ફેશન શો તથા 1 માર્ચના ડાન્સ સ્પર્ધાનું આયોજન પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાના મવા સર્કલ પાસે, 150 ફૂટ રોડ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો સમય સાંજે 6 વાગ્યાથી છે. આ કાર્યક્રમમાં જોવા માટે જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છ. પાસ માટે તથા વધુ વિગતો માટે હિતેષ ગણાત્રા-81600 69232 પર સંપર્ક કરવો.


Loading...
Advertisement