શહેરમાંથી ગાંડીવેલ દૂર ન થાય તો કોંગ્રેસ રસ્તે ઉતરશે

28 February 2020 07:39 PM
Rajkot Ram mandir-Ayodhya verdict
  • શહેરમાંથી ગાંડીવેલ દૂર ન થાય તો કોંગ્રેસ રસ્તે ઉતરશે
  • શહેરમાંથી ગાંડીવેલ દૂર ન થાય તો કોંગ્રેસ રસ્તે ઉતરશે

રાજકોટ તા.28
રાજકોટ શહેરએ મુખ્યમંત્રીનું હોમ ટાઉન છે તે શહેરમાં જ મચ્છરોના ત્રાસ થી લોકોની સ્થિતિ કફોળી બની છે અને સ્માર્ટ સીટી-સ્વછતા અભિયાન ફારસરૂપ બન્યા છે જયારે રાજકોટમાં છેલ્લા દિવસોમાં ઠંડી ઘટવાથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે તેમજ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે જેમાં શહેરીજનોની સ્થિતિ હાલ ખુબજ કફોડી બની છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે અને મનપા દ્વારા મચ્છરના ઉપદ્રવ કેન્દ્રો હટાવવા અંગે કોઈ જ નક્કર કામગીરી કરેલ નથી. તેમ વિરોધ પક્ષ કોંગ્રેસે રોષ સાથે જણાવ્યું છે.
શહેરમાં આવેલ આજી નદી અને રાંદરડા તળાવમાં ગાંડીવેલ (જળકુંભી) દુર કરવા તંત્રએ કોઇપણ જાતની કામગીરી કરેલ નથી. ઈસ્ટ ઝોન વિસ્તારના અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના આજી નદીની આજુબાજુના રહેવાસીઓને મચ્છરનો ખુબ જ ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ પારાવાર હાડમારી વેઠવી પડે છે જયારે મનપાના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી
વધુમાં આજી નદી અને રાંદરડા તળાવમાં થતી ગાંડીવેલ (જળકુંભી) જ મચ્છરોનું મુખ્ય ઉપદ્રવ કેન્દ્ર બન્યું છે. મનપાનું તંત્ર માત્ર ફોગીંગ કરીને પ્રજાના પૈસાનો ઘુમાડો કરે છે તદુપરાંત તંત્રએ આ ગાંડીવેલને જડમૂળમાંથી દુર કરવા માટે કવાયત કરવી જોઈએ અને નક્કર કામગીરી કરવી ફરજીયાત છે તેના વગર આ મચ્છરોના ઉપદ્રવ કેન્દ્રો દુર કરવા શક્ય નથી જયારે શહેરમાં લોકોનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે મનપા દ્વારા માત્ર કાગળ ઉપરની કામગીરી કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટ થાય છે જયારે રાજકોટની જનતાનું આરોગ્ય જોખમાયું છે ત્યારે તંત્રએ સફાળું જાગવું જોઈએ અને નક્કર કામગીરી કરવી.
જો આગામી સપ્તાહમાં આજી નદી અને રાંદરડા તળાવમાંથી ગાંડીવેલ દુર કરવામાં નહી આવે તો રાજકોટની જનતાને સાથે રાખી લોકોના આરોગ્યના હિતમાં કોંગ્રેસે ગાંધીચિંધ્યા રાહે ઉપવાસ - આંદોલન - ધરણા કરવાની ફરજ પડશે તેમજ થોડા સમય પહેલા રાજકોટ શહેરની બાજુમાં આવેલ બેડી યાર્ડના પ્રશ્ને લોકોએ મચ્છરના ત્રાસ અંગે તંત્રને અનેકવખત રજૂઆત કરેલ હતી તેમછતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવેલ ન હતી ત્યારે લોકોએ ખુબ જ ત્રાસ હાડમારી વેઠીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેવી રીતે રાજકોટની જનતાને સાથે રાખી રસ્તા ઉપર ઉતરવું પડશે તો તમામ જવાબદારી કમિશ્નરની રહેશે.
આ કામગીરી આગામી સપ્તાહમાં થવી જોઈએ તેવી જાહેર જનતાના આરોગ્યના હિતમાં પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ માંગણી કરેલ છે તેવું યાદીના અંતમાં જણાવ્યું છે.


Loading...
Advertisement