સરકાર ‘માઇ-બાપ’ નહી : અમે સરકારના બાપ છીએ તેવુ ગૌરવ નાગરિકો અનૂભવે છે : મુખ્યમંત્રી

28 February 2020 06:22 PM
Ahmedabad Gujarat Rajkot
  • સરકાર ‘માઇ-બાપ’ નહી : અમે સરકારના બાપ છીએ તેવુ ગૌરવ નાગરિકો અનૂભવે છે : મુખ્યમંત્રી

આ લોકોની સરકાર છે અને રહેશે : રાજયની જનતાને વિશ્ર્વાસ છે : કોંગ્રેસના આડે હાથ લેવાની પણ તક ઝડપી લીધી : ભાજપના સભ્યોએ કોંગ્રેસ માટે શરમ કરો..શરમ કરો...ના નારા લગાવી વિજયભાઇને વધાવી લીધા : રાજયપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવમાં મુખ્યમંત્રીએ અનોખા અંદાજથી તેમની સરકારની કામગીરી વર્ણવી

ગાંધીનગર.
ગુજરાતમાં સર્વાંગી વિકાસ ની આગ ખૂણે ખૂણે પહોંચે અને ગાંધી-સરદાર નું ગુજરાત ગૌરવ થાય તે દિશામાં આગળ વધવાની કટિબદ્ધતા વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ ના સંબોધન ઉપરની ચર્ચા ના અંતિમ દિવસે વિજયભાઈ રૂપાણી રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વિભાગ ની કામગીરીની તલસ્પર્શી વિગતો આપી હતી જોકે પોતાના વિચારો દરમિયાન વિપક્ષી કોંગ્રેસને આડે હાથ લેવાની તક વિજયભાઈ ચૂક્યા ન હતા.
આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે ગાંધી સરકાર અને નરેન્દ્ર મોદીના પથ ઉપર ચાલવા વાળી સરકાર છે અને વાસ્તવમાં સુરાજ્ય બને તે દિશામાં અમે આગળ વધી રહ્યા છે જેના કારણે સામાન્ય નાગરિકને પણ એવો અહેસાસ થાય કે હું સરકારનો બાપ છું અને લોકોને એવું લાગે કે આ મારી સરકાર છે કારણ કે અમારા નેતૃત્વએ એવું માર્ગદર્શન આપ્યું હતું કે રાજકારણમાં મળેલી સત્તા એ માણવાનું કોઈ સાધન નથી ખુરશી આપણા માથા ઉપર બેસી ન જાય તેનું ધ્યાન રાખવા કડક ટકોર કરી હતી અને અમે આજે પણ સત્તાના કોઈ મધમાં રાખતા નથી તેમ કહીને કેટલી કવિતાની પંક્તિઓ ગૃહમાં ગાઈ હતી જોકે વિજયભાઈ રૂપાણીના આ અંદાજ અને સત્તાપક્ષ અને વિપક્ષ એ તાળીયોના ગડગડાટથી વધાવી લીધો હતો આ તબક્કે તેમણે 19060ના શાસનની વાત કરીને રાજકોટમાં ટ્રેન મારફતે પાણી આવતું હતું અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી માટે વેઠવી પડતી હાલાકી નું વર્ણન કર્યું હતું આ તબક્કે તેમણે વિપક્ષ નું નામ લીધા વિના એવો આક્ષેપ કર્યો હતો કે પોરબંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીના પૂરી થાય છે તેવા બોર્ડ તમારા શાસન માં લાગતા હતા અને હવે તમે અમને કેમ શીખામણ આપો છો એવું કહેતા કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાયા હતા પરંતુ ભાજપના સભ્યોના આક્રમક મિજાજ થી વિજયભાઈએ આક્રમક શૈલીમાં પ્રવચન કર્યું હતું આ ઉપરાંત તેમણે શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રે સરકારે કરેલી સિદ્ધિઓ નું વર્ણન કર્યું હતું સાથે સાથે ખેડૂતો માટે જાહેર કરેલા સહાય કેજો અને સૌરાષ્ટ્રમાંથી ટ્રેક્ટર રાજની મુક્તિ અંગે કેટલાક ઉદાહરણો ટાંક્યા હતા આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે નેવાના પાણી મોભે ચડાવવા નું કામ અમારી સરકારે કરી છે આજે 8 હજાર ગામડાના સહિત 16 નગરોને પીવાના પાણી પહોચાડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ તેમણે બાય સોને વિભાગ અને ટીપી સ્કીમ બાબતે સરકારે કરેલા નિર્ણયો ની વિગતે વાત કરીને આંકડાકીય માહિતી આપી હતી સાથે સાથે બનાસકાંઠાની જળ હોનારત વાયુ વાવાઝોડું વાવાઝોડું જેવી આવેલી આફત કાલી સમસ્યા સમયે સરકારે કરેલી કામગીરી નો ઉલ્લેખ અને માહિતી વિપક્ષ સહિત ગુરુઓમાં ઉપસ્થિત તમામ સભ્યોને આપી હતી આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમ થકી બે કરોડથી વધુ આવેલી અરજીઓ પૈકી 98% નાના-નાના કામ પૂરા કર્યા હોવાનો દાવો વિજયભાઈએ કર્યો હતો તો બીજી તરફ રાજ્યના ગૃહવિભાગ ઉપર બોલતા વિજયભાઈએ મહિલા સુરક્ષિત કડક કાયદા સાથે ગૌવંશ નશાબંધી જેમ સ્નેચિંગ માટે કડક બનાવેલા કાયદા અંગે ગૃહને માહિતગાર કરી હતું આ તબક્કે તેમને રાજકોટના સ્ટોન કિલર અને મોરબીની બેન્કનો દાખલો આપી પુરુષ વિભાગ સક્ષમ બની ને કામ કરતો હોવાનો દાવો કર્યો હતો જ્યારે ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ પર પસ્તાળ પાડતાં વિજય ભાઈ એ ટોણો માર્યો હતો કે હું તો કહું છું કે ભ્રષ્ટાચાર ગરીબી અને બેકારી દૂર કરવી જોઇએ અને તે માટે અમે આગળ વધી રહ્યા છીએ પરંતુ તમારા જ રાજીવ ગાંધી એવું કહેતા હતા કે કેન્દ્રમાંથી આવેલો એક રૂપિયો નાગરિક સુધી પહોંચતા પહોંચતા 85 પૈસા થઈ જાય છે ત્યારે તમે મારો કોર્ટ કરીને વાતો કરો છો તો તમને તમારા નેતા નો કોટ કેમ યાદ આવતો નથી અને હું જ યાદ આવું છું ? એવું કહેતા ભાજપના સાથી સભ્યોએ વિજયભાઈ નો ઉત્સાહ વધારવા માટે શરમ કરો શરમ ના નારા ચાલુ કર્યા હતા આ તબક્કે તેમણે એન્ટી કરપ્શન બ્યુરો આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 37 જેટલા નવા અધિકારીઓ અને તેમને જેવી જોઈએ તેવી વકીલોની પેનલ આપી છે અને સાડા ત્રણસોથી વધુ રેડ કરીને ભ્રષ્ટાચાર સામે જંગ ખોયો હોવાનો સ્વીકાર કર્યો હતો અને અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પ ની ગુજરાત મુલાકાત અંગે કોંગ્રેસે કરેલા આક્ષેપોનો રદિયો આપતાં સ્પષ્ટતા કરી હતી કે તેમની આ મુલાકાત એ અમેરિકામાં રહેતા ગુજરાતી ને પૂછજો તો જ તેનું મહત્વ તમે જાણી શકશો જોકે અંતમાં તેમણે સૌની યોજના અન્વયે કોંગ્રેસે કરેલા આક્ષેપોનો ઉત્તર આપતાં સ્પષ્ટતા કરી હતી કે આગામી દોઢ વર્ષની અંદર સૌની યોજના ઝડપથી પૂરી કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને આજે પણ 73 જળાશયો 48 તળાવ અને 181 ચેકડેમોની અંદર અમારી સરકાર પાણી પહોંચાડવામાં સફળ રહી છે એટલું જ નહીં 27 હજાર એમસીએફટી પાણી પહોંચાડયું છે અને આગામી દોઢ વર્ષની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતનું એક પણ ગામ પાણી વગર રહેશે નહીં તેવો દ્રઢ વિશ્વાસ ગૃહમાં વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement