રેલનગરમાં નિવૃત રેલ કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.63 લાખના ઘરેણાની ચોરી

28 February 2020 05:39 PM
Rajkot Saurashtra
  • રેલનગરમાં નિવૃત રેલ કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.63 લાખના ઘરેણાની ચોરી
  • રેલનગરમાં નિવૃત રેલ કર્મચારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.63 લાખના ઘરેણાની ચોરી

તસ્કરો પાડોશીનું રૂા.70,000નું બાઈકનું તાળુ તોડી લઈ રફુચકકર: ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં દેખાયા

રાજકોટ તા.28
રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતા બાવાજી પરિવારના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી કબાટના તાળા તોડી રૂા.1,63,000ના સોનાના દાગીના ચોરી જતા અને તેમના પાડોશીએ ઘર બહાર લોક કરીને રાખેલા બાઈકને પણ હંકારી જઈ પલાયન થઈ ચુકયા હતા. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ડોગ સ્કવોડની ટીમ તથા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર સ્મશાન સામે ઘનશ્યામ બંગ્લોઝમાં રહેતા નિવૃત જીવન ગાળતા નિવૃત રેલ કર્મચારી ભકિતરામ રામકૃષ્ણ ગોંડળીયા (ઉ.56) નામના બાવાજી વૃધ્ધ ગત તા.26ના રોજ પોતાના પરિવાર સાથે જામનગરમાં પુત્રીના સાસરે ગયા હતા. તે અરસામાં બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂમના કબાટના તાળા તોડી સામાન વેરવિખેર કરી તસ્કરોએ રૂા.30 હજારની કિંમતની સોનાની એક વીંટી, 3 હજારનો ચેઈન, 30 હજારનો સોનાનો દોઢ તોલાનો ચેઈન, બીજો એક 30 હજારનો ચેઈન તથા સોનાનો સેટ કીંમત રૂા.40,000 મળી કુલ રૂા.1,63,000નો મુદામાલ ચોરી ગયા હતા.

આ ઉપરાંત પાડોશી ધારીણીબેન ભાવેશ જોષી (રહે. ઘનશ્યાબ બંગ્લોઝ બી-39)ના મકાનમાં પણ તસ્કર ટોળકીએ ત્રાટકી ઘર પાસે પાર્ક કરેલુ જીજે 03- એલએફ 8897 નંબરનું બજાજ પલ્સર બાઈક રૂા.70,000નું લઈ પલાયન થઈ ગયા હતા. ચોરી થયાના બનાવ અંગે પાડોશી ભાવેશ જોષીએ બાવાજી પ્રૌઢને જાણ કરતા તેના પરિવારજનો સાથે રાજકોટ દોડી આવ્યા હતા. ઘર રૂમના તાળા તુટેલા જોઈ પ્ર.નગર પોલીસને ફોન કરીને જાણ કરી હતી. એએસઆઈ સુરેશ જોગરાણાની ટીમે ઘટના સ્થળે દોડી જઈ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરો બાવાજી પરિવારના મકાનમાંથી રૂા.1,63,000ના સોનાના દાગીના અને પાડોશીનું રૂા.70 હજારનું બાઈક ચોરી જઈ પલાયન થઈ ગયા હતા.


Loading...
Advertisement