સીંગતેલનો ભાવ નહીં ઘટે! નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી

28 February 2020 05:37 PM
Ahmedabad Business Gujarat
  • સીંગતેલનો ભાવ નહીં ઘટે! નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી

મોંઘુ લાગતુ હોય તો લોકો પાન મસાલાનો ખર્ચ ઘટાડે

ગાંધીનગર તા.28
રાજયમાં ઓણ સાલ પુષ્કળ પ્રમાણમાં મગફળીના ઉત્પાદન સાથે રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ આપ્યો છે. હાલ રાજયમાં મગફળી ટીન રૂા.2000ની નજીક પહોંચતા મોંઘવારીના સમયમાં તેલ ખરીદીમાં આર્થિક બેજ જનતા માથે આવી પડયો છે.

ગાંધીનગર ખાતે પત્રકારોની પ્રશ્ર્નોતરીમાં નાફેટના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ તેલના ભાવ નહીં ઘટે તેવો નિર્દેશ આપ્યો હતો. દિલીપભાઈ સંઘાણીએ વધુમાં જણાવેલ કે નાફેડ દ્વારા જેટલા પ્રમાણમાં ખરીદી કરવાની હતી તેટલી ખરીદી થઈ ચુકી છે લોકો પાન મસાલાનો ખર્ચ ઘટાડે તેલના ભાવો નહીં ઘટે તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement