રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રથી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનનો થશે પ્રારંભ

28 February 2020 05:35 PM
Rajkot Education Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રથી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનનો થશે પ્રારંભ
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રથી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનનો થશે પ્રારંભ
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રથી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનનો થશે પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિ સંલગ્ન તેમજ બેચરલ ડીગ્રી પ્રદાન કરતી રાષ્ટ્રીય સ્તરની ડીઝાઇનીંગ સ્કૂલમાં ધો.12 પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે-મેહુલ રૂપાણી : પત્રકાર પરિષદમાં સંસ્થાના એમ.ડી. નિયતભાઇ ભારદ્વાજ તથા ભૂપતભાઇ બોદરની ઉપસ્થિતિ

રાજકોટ તા.28
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ હવે ડીઝાઇનીંગના ચાર સ્તંભો (પ્રોડકટ, ઇન્ટિરીયર, કમ્યુનિકેશન અને ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરવા માટે મુંબઇ, દિલ્હી, પુના કે બેંગ્લોર સુધી લાંબુ ન થવું પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત રાજકોટમાં નવા શૈક્ષણિક સત્રથી એચ.એન.શુકલા ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન (આઇઆઇડી)નો પ્રારંભ થનાર છે.

રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ જે.પી.સેફાયર ખાતે પ્રારંભ થનાર આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બેચરલ ઓફ ડીઝાઇનની ડિગ્રી અપાશે. આ કોર્ષનો સમયગાળો ચાર વર્ષનો છે.

આઇઆઇડી કેમ્પસ ખાતે આજે સંસ્થાના ડીરેકટર ડો.મેહુલભાઇ રૂપાણી, મેનેજીંગ ડિરેકટર નિયતભાઇ ભારદ્વાજ તેમજ ડીરેકટર્સ ભૂપતભાઇ બોદર અને અમિનેષભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાયેલ હતી.

જેમાં આ અંગેની માહિતી આપતા સંસ્થાના ડિરેકટર ડો.મેહુલભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ડીઝાઇનીંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા રાજકોટ સૌરાષ્ટ્રના પ્રતિભાવન વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે આઇઆઇડી (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન) આ અનોખી તક લઇને આવેલ છે. સંસ્થામાં પ્રવેશ લેવા માટે કોઇપણ પ્રકારની ડીગ્રી-ડીપ્લોમાંની આવશ્યકતા નથી. સાયન્સ કોમર્સ, આર્ટસ કે વોકેશન કોર્ષ અંતર્ગત ધો.12 પાસ બાદ કોઇપણ વિદ્યાર્થી ડીઝાઇનીંગ કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે સંસ્થા દ્વારા એટીટયુડ ટેસ્ટના માઘ્યમથી વિદ્યાર્થીની સર્જનાત્મક કસોટી લેવામાં આવશે. સંસ્થા દ્વારા કુલ ચાર કોર્ષ જેમાં પ્રોડકટ ડીઝાઇન, કમ્યુનિકેશન ડીઝાઇન, ફેશન ડીઝાઇન અને ઇન્ટીરીયર ડીઝાઇન શરૂ કરવામાં આવશે. જેનો સમયગાળો ચાર વર્ષનો રહેશે. આ કોર્ષ કર્યા બાદ કારકિર્દી ઘડતરની વિપુલ તકો રહેલી છે.

સારૂ ચિત્ર દોરી શકતો માણસ પ્રોડકટ ડિઝાઇનર બની શકે છે. મોબાઇલ, ટીવી, લેપટોપથી શરૂ કરીને એનિમેશન, વીએફએસ તેમજ સમગ્ર મીડિયા ઇન્ડસ્ટ્રીનો સમાવેશ કમ્યુનિકેશન ડિઝાઇનીંગમાં કરી શકાય. સ્ટાઇલીંગ અને ફેશન સેન્સ ધરાવતાં વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનીંગમાં કારકિર્દી ઘડી શકે છે. ઘર અથવા ઓફિસ કે રેસ્ટોરાનું સુશોભન કરવા માંગતી વ્યકિત ઇન્ટીરીયર ડિઝાઇનીંગ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે. આ અંગેની વિશેષ વિગતો માટે આઇઆઇડી કેમ્પસ રેસકોર્ષ રોડ રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.


Loading...
Advertisement