રાજકોટ જિલ્લાના પોલીસ મથકોમાં માહિતી દર્શાવતા બોર્ડ લગાવાયા

28 February 2020 05:33 PM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લાના પોલીસ મથકોમાં માહિતી દર્શાવતા બોર્ડ લગાવાયા

રાજકોટ તા.28
પોલીસ અધિક્ષક બલરામ મીણા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ફાલ્કન પમ્પસ પ્રા.લી.રાજકોટના સૌજન્યથી પ્રજાના જાહેરહીત માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશનની માહિતી તથા સંલગ્ન પોલીસ અધિકારી/કર્મચારીઓના નામ દર્શાવતુ બોર્ડ બનાવવામાં આવેલ છે.

જે બોર્ડમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી તથા કર્મચારીઓના નામ, મોબાઇલ નંબર તેમજ પોલીસ અધિકારી કર્મચારી પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં કઇ જગ્યાએ ફરજ બજાવે છે અને પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની પોલીસ ચોંકી તેમજ બીટની માહીતી દર્શાવવામાં આવેલ છે. તેમજ જે તે પોલીસ સ્ટેશન કયા ડીવીઝન તથા કોના નિયંત્રણ નીચે છે તેની માહીતી પણ આપવામાં આવેલ છે.

પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર તથા ઈ-મેઇલ આઇડી પણ આપવામાં આવેલ છે. આ બોર્ડ મુકવાની મુખ્ય આશય પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધવાનુ છે.જેથી બોર્ડમાં દર્શાવેલ માહિતીથી પ્રજાનો સમય અને શકિત વેડફાતા રોકી શકાય છે.


Loading...
Advertisement