એઇમ્સની ખાનગી જમીન સંપાદનનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ

28 February 2020 05:05 PM
Rajkot Gujarat Saurashtra
  • એઇમ્સની ખાનગી જમીન સંપાદનનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ

ખાનગી જમીનધારકે ખેડૂતો નિયત કરતાં વધુ વળતર માગ્યું ! વિવાદના એંધાણ : ટૂંકમાં જ ખંઢેરી-પરા પીપળીયાની 200 એકર જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ અને જમીન અંદર ડેવલપમેન્ટનું કામ શરૂ થશે : બે એજન્સીને સામ સોંપાયું

રાજકોટ,તા. 28
રાજકોટ નજીક પરા પીપળીયા અને ખંઢેરીના જુદા જુદા સરકારી સર્વે નંબરમાં નિર્માણ પામનાર રાજકોટના સ્વપ્નસમી એઇમ્સનું ખાનગી જમીન સંપાદન અંગેનું આખરી જાહેરનામુ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ જમીન સંપાદનમાં ખંઢેરીના એક ખેડૂતની જમીનનો સમાવેશ થાય છે. આ ખેડૂતની 9820 ચોરસ મીટર જેટલી જમીન સંપાદીત થનાર છે. હવે આ જાહેરનામુ પ્રસિધ્ધ થતા ખેડૂત પાસેથી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા જમીન સંપાદન અધિકારી દ્વારા ટૂંક સમયમાં હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંઢેરીના આ ખેડૂતની જે જમીન છે તેનો સરકારી ભાવ એક ચોરસ મીટરનાં 382 છે ત્યારે ખેડૂત દ્વારા રુા. 2400 થી 2500 લેખે વળતર માંગવામાં આવ્યું છે. ત્યારે આ જમીન સંપાદન અંગે કોઇ વાદ વિવાદ થાય તેવી શક્યતા છે. ખેડૂત દ્વારા જે ભાવે વળતર માંગવામાં આવ્યું છે તે વધુ હોવાનું જણાઈ રહ્યું છે. દરમિયાન, કલેક્ટર કચેરીના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ખંઢેરીની 160 એકર અને પરા પીપળીયાની 40 એકર જમીનમાં નિર્માણ પામનાર એઇમ્સની જમીનનો નકશો અને લે-આઉટમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. આ ફેરફાર એટલા માટે કરાયા છે કે ખંઢેરી બાજુ નદીનો ભાગ આવે છે તેથી પાણીના ભરાવાની શક્યતા રહે છે. તેના કારણે આ જમીનનો ભાગ કાઢી તેની બદલે પરા પીપળીયાની જમીન લેવામાં આવનાર છે.

વધુમાં મળતી વિગતો મુજબ, એઇમ્સની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થનાર હોવાના નિર્દેશો મળી રહ્યા છે. આ અંગેની સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કમ્પાઉન્ડ વોલ અને જમીનની અંદરનું ડેવલોપમેન્ટનું કામ ટૂંક સમયમાં શરુ કરવા માટે બે પબ્લીક સેક્ટર એજન્સીઓને કામ પણ સોંપી દેવામાં આવેલ છે. એક એજન્સી દ્વારા કમ્પાઉન્ડ વોલનું કામ કરવામાં આવશે જ્યારે બીજી એજન્સી દ્વારા જમીનનું અંદરનું ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવશે તેવી વિગતો પણસાંપડે છે કે, પરા પીપળીયાથી એઇમ્સ સુધીનો રોડ રુડા દ્વારા બનાવવામાં આવનાર છે.


Loading...
Advertisement