કોરાના વાઈરસના ભયે ચિકનનું વેચાણ 52 ટકા ઘટયું, 70 ટકા જેટલું થયુ સસ્તું

28 February 2020 11:00 AM
Health India
  • કોરાના વાઈરસના ભયે ચિકનનું વેચાણ 52 ટકા ઘટયું, 70 ટકા જેટલું થયુ સસ્તું

કોરોના વાઈરસ ફેલાતો હોવાના ભયે લોકોએ ચિકન ખાવાનું ટાળતા પોલ્ટ્રી ઉદ્યોગને ફટકો

નવીદિલ્હી, તા. 28
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઈરસે માણસોની જિંદગી લીધી છે પરંતુ તેની સારી આડ અસર એ પણ થઈ છે કે ચેપના ભયના કારણે લોકો ચિકન, માંસ, મટનથી દૂર રહેવા લાગ્યા છે જેથી પશુ-પક્ષીઓની જિંદગી બચવા લાગી છે ! વેચાણ અડધું થઈ ગયું છે અને 70 ટકા સસ્તુ થઈ ગયું છે.
ગોદરેજ એગ્રોવેટના એક મુખ્ય અધિકારીએ ગુરૂવારે જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયા પર એ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે ચિકનથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે, જેના કારણે બજારમાં મુર્ગીના માંસના ભાવ અને વેચાણમાં ઘટાડો આવ્યો છે.
ગોદરેજ એગ્રોવેટના મુખ્ય વ્યવસ્થાપક બી.એસ.યાદવે જણાવ્યુ હતું કે તેની પોલ્ટ્રી શાખા ગોદરેજ ટોયસન ફ્રૂડ્સને પણ તકલીફ પડી રહી છે કારણ કે છેલ્લા એક મહિનામાં તેના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે.
યાદવે વધુમાં જણાવ્યુ છે કે કોરાના વાયરસ ચિકનથી નથી ફેલાતો. તેમણે સરકારોને અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. તેણે વધુમાં જણાવ્યુ હતું કે ભારતમાં ચિકન ખાવું સુરક્ષિત છે પરંતુ ચિકનથી કોરોના વાયરસ ફેલાવવાની અફવાથી દેશમાં માત્ર એક મહિનામાં 50 ટકાથી વધુ માંગને અસર કરી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે દેશમાં એક સપ્તાહ થતુ ચિકનનું વેચાણ 7.5 કરોડના મુકાબલે 3.5 કરોડ ચિકનનું થઈ ગયુ છે. જયારે ગત મહિને તેની કિંમત 100 રૂપિયે કિલો હતી તે બજારમાં ઘટીને 35 રૂપિયે કિલો થઈ ગઈ છે.


Loading...
Advertisement