બ્રહ્માંડના કોઈ પણ ગ્રહ પરથી પૃથ્વી પર વાત કરવાનો હાથ વગો ઈલાજ એટલે ’હેમ રેડિયો’

27 February 2020 10:38 AM
kutch Off-beat World
  • બ્રહ્માંડના કોઈ પણ ગ્રહ પરથી પૃથ્વી પર વાત કરવાનો હાથ વગો ઈલાજ એટલે ’હેમ રેડિયો’

સિગ્નલની ગુણવતા ચકાસવા ઇડર ખાતે યોજાશે બે દિવસનું ખાસ એક્સપીડિશન

(ઉત્સવ વૈદ્ય) ભૂજ, તા. ર7
શું તમે કલ્પના કરી શકો છો કે અંતરિક્ષમાંથી પસાર થતાં અમેરિકન કે રશિયન સ્પેશ શટલમાં રહેલા અવકાશયાત્રીઓ સાથે તમે તમારા ઘરમાંથી વાત કરી શકો?આનો જવાબ ’હા’ માં છે અને આવું હેમ રેડિયોની મદદથી શક્ય બને છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હેમ રેડિયામાં લોકોને રસ પડી રહ્યો છે.આ હેમ રેડિયો રેડીઓ તરંગોની શોધ કરનાર હર્ટઝ ,આર્મસ્ટ્રોંગ,અને માર્કોની નામ પરથી હેમ રેડિયો નામના એમેચ્યોર જૂથોની રચના કરવામાં આવી રહી છે.
ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના હેમ સભ્યો માટે આગામી તારીખ 29મી ફેબ્રુઆરી અને 1લી માર્ચના એક ’હિલટોપ એક્સપીડિશન’નું ઈડરના કિલ્લા ખાતે આયોજન કરાયું છે.આ એક્સપીડિશન દરમ્યાન હેમ રેડિયોના સભ્યો સાથે જુદા જુદા સ્થળોએથી સંપર્ક કરી તેના સિગ્નલોની વિવિધતા ચકાસવામાં આવશે અને તેનું પૃથકકરણ કરાશે તેમ અમદાવાદના પ્રથમ હરોળના હેમ સભ્ય અધીર સૈયદે આ પ્રતિનિધિને જણાવ્યું હતું.તેમણે ગુજરાતમાં વધુને વધુ લોકો આ પ્રવ્રતિમા જોડાય તેવો અનુરોધ કર્યો છે.
હેમના સભ્યો દુનિયાભરમાં એક જ પરિવારના સભ્યો હોય તેવી લાગણી બંધાય છે.હેમના સંભ્ય બનવા ભારત સરકારનું દૂર સંચાર મંત્રાલય એક પરીક્ષા લે છે જેમાં ઉતીર્ણ થયા બાદ,લાયસન્સ મળે છે.અને તેને એક,વિશિષ્ઠ પ્રકારનો નંબર આપવામાં આવે છે.આ નંબરમાં તેનો પ્રથમ અક્ષર દેશનું નામ દર્શાવે છે.ભારત માટે વી, જાપાન માટે જે, અમેરિકા માટે ડબ્લ્યુ અને કે,પાકિસ્તાન માટે એપી 2,અને ચીન માટે સીજી નક્કી કરાયા છે.
પોલીસ,હોમગાર્ડ જેવા દળો માટે અલગ બેન્ડ સ્વીચ અનામત રખાય છે.હેમ રેડિયોથી કુદરતી આપદાઓમાં જયારે તમામ સંદેશાઓ બંધ થઇ ગયા હોય ત્યારે પણ સંપર્ક કરી શકાય છે.આ ઉપરાંત એન્ટાર્ટિકા હોય કે ચંદ્રના ગ્રહ પરથી હેમની મદદથી સીધી લાઈનમાં વાતચીત કરી શકાય છે.એનો અર્થ એ થયો કે બ્રહ્માંડના કોઈ પણ સ્થળેથી હેમ સભ્યો એક બીજાનો સંપર્ક કરી શકે છે.ઇડર ખાતે યોજાઈ રહેલા એક્સપીડિશન દરમ્યાન હેમ સભ્યો ટેન્કરી પરથી,દરિયાકાંઠેથી,ઝાડ પર ચડીને,ઝૂંપડીમાંથી કે અન્ય ખડકાળ સ્થળોએથી સંપર્ક કરી સિગ્નલની ગુણવત્તાનું મૂલ્યાંકન કરાશે. હેમના સભ્યોને જે રીસીવર લેવાનું હોય છે તેની કિંમત રૂપિયા 1800થી 1 લાખ કે તેથી વધુ સુધીની હોય છે.


Loading...
Advertisement