ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ ઝંપલાવશે

27 February 2020 09:18 AM
Amreli
  • ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ ઝંપલાવશે

રાજુલા પાલિકાની 18 બેઠકોની પેટા: ચૂંટણી જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો

અમરેલી, તા. ર7
રાજય ચૂંટણી પંચ દ્વારા રાજયની નગર પાલિકા તથા તાલુકા પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની ચૂંટણી યોજવા માટે થઈ ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાની ખાલી પડેલ અલગ અલગ કુલ 6 વોર્ડમાટે તથા બાબરા તાલુકા પંચાયતની ઉંટવડ બેઠક માટે આગામી તા.ર/3ના રોજથી ઉમેદવારી પત્રો ભરાવવાની કામગીરી શરૂ થશે.
રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.-1 માટે 3 બેઠકો, વોર્ડ નં.-રની 4 બેઠકો, વોર્ડ નં.-3ની 4 બેઠકો, વોર્ડ નં.-4 માટે 4 બેઠકો, વોર્ડ નં.-પ માટે 1 બેઠક તથા વોર્ડ નં.-7 માટે ર બેઠકોની ચૂંટણી યોજાશે.
જયારે બાબરા તાલુકા પંચાયતની ઉંટવડ બેઠકની પણ પેટા ચૂંટણી પણ તા.રર/3ના રોજ યોજાશે. અને તે માટે પણ આગામી તા.ર/3 થી ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી શરૂ થશે.
ચૂંટણી અંગેના કાર્યક્રમમાં ઉમેદવારી પત્રો ભરવાનું તા.ર/3થી શરૂ થશે. જે તા.7/3 સુધી ઉમેદવારી પત્રો ભરાશે. તા.9/3ના રોજ ભરાયેલ ઉમેદવારોની ચકાસણી હાથ ધરવામાં આવશે. જયારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.11/3 તથા મતદાનની તા.રર/3 સવારે 8 થી સાંજના પ સુધી મતદાન યોજાશે. જયારે થયેલ મતદાનની મત ગણતરી તા.ર4/3ના રોજ યોજવામાં આવશે. પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત એનસીપી અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરશે તેવું જાણવા મળેલ છે. ધારાસભ્ય અંબરીશ ડેરે પાલિકામાં કોંગી શાસન જાળવી રાખવા માટે કવાયત શરૂ કરી હોવાનું પણ જાણવા મળેલ છે.


Loading...
Advertisement