ચલાલા સરકારી દવાખાનામાં તબીબોની દાદાગીરી : રાત્રિ દરમ્યાન સારવાર અપાતી નથી !

27 February 2020 09:15 AM
Amreli
  • ચલાલા સરકારી દવાખાનામાં તબીબોની  
દાદાગીરી : રાત્રિ દરમ્યાન સારવાર અપાતી નથી !

પાલિકા પ્રમુખ સહિત આગેવાનોની કાર્યવાહી કરવાની માંગ

અમરેલી, તા. ર7
ચલાલાના સરકારી દવાખાનામાં સરકારી ડોકટરોના વાણીવર્તન અને વ્યવહાર અને તુંડમિજાજથી ચલાલા પંથકની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ચલાલા શહેર અને ચલાલા શહેરની નીચે આવતા ત્રીસ ગામોમાં એકમાત્ર સરકારી દવાખાનું આવેલ છે. અહીં ચલાલા શહેરમાં એકપણ પ્રાઇવેટ એમબીબીએસ કે એમડી ડોકટરની સુવિધા નથી ત્યારે ચલાલા શહેર અને આજુબાજુના 30 ગામોની જનતા માટે એકમાત્ર સારવાર માટેના કેન્દ્રસમા સરકારી દવાખાના ડોકટરોના દર્દીઓ અને તેના સગાઓ સાથેનું તોછડુ વર્તન થતા દર્દીઓ અને દર્દીઓના સગાઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
વધુમાં મળતી માહીતી મુજબ રાત્રીના કોઇ ઇમરજન્સી દર્દીઓ આવે ત્યારે ઓનડયુટી પર જે ડોકટર હોય તે ડોકટર તેના કવાર્ટરમાં નિંદ્રા કરતા હોય ત્યારે તેમનો સ્ટાફ તેમને જગાડવા માટે જાય ત્યારે તેના સ્ટાફને દર્દીની રૂબરૂમાં ધમકાવીને કહે છે કે, દર્દીતો શું ધારાસભ્ય આવે તો પણ મને રાત્રીના જગાડવાનો નહીં. દર્દીઓના વાલી અભણ કે અશકત કે અસમજુ હોય અને તે લેખીત દવા માટે પૂછપરછ કરે ત્યારે તેને ધમકાવીને કહેવામાં આવે છે કે, ભણવું જોઇએને...તમો અભણ રહયા તો અમારે તમારી વેઠુ કરવાની છે તેમજ સરકારી યોજના માટે પછાતવર્ગના જરૂરીયાતમંદ લોકો જયારે ટુ કોપી કરાવવા જાય ત્યારે લોકોને રીતસર હડધુત કરી ધકકા ખવડાવવામાં આવે છે.
એક દર્દીના સગા અને જાગૃત નાગરીક વિજયભાઇ તેરૈયાએ આ તુંડ મિજાજી ડોકટર સામે જિલ્લા આરોગ્ય અધિકારીને ઉગ્ર લેખીત રજુઆત કરેલ છે. તેમજ ચલાલા ન.પા.ના પ્રમુખ હિંમતભાઇ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્ધભાઇ વાળા અને ભાજપના યુવા અગ્રણી સૂર્યવીરભાઇ વાળાએ જિલ્લા તંત્ર અને આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણીને આ ડોકટરો સામે કાયદાકીય પ્રક્રીયા હાથ ધરવાની લેખતી રજુઆત કરેલ છે. આ ત્રણ ડોકટરો પૈકી એક ડોકટરની વાણી વર્તન અને વ્યવહાર દર્દીઓ અને દર્દીઓના સગા અને રાજકીય સામાજીક આગેવાનો પ્રત્યે અતિ ખરાબ હોવાનું જાણવા મળેલ છે. વહેલી તકે જિલ્લા તંત્ર દ્વારા કાયદાકીય કે ખાતાકીય તપાસ કરી તેમની સામે પગલા ભરવામાં નહીં આવે તો ચલાલા પંથકની જનતા આંદોલનનો માર્ગ લેશે. તેમ જાણવા મળેલ છે. ચલાલા પંથકની આમ જનતામાં જનઆક્રોશ તેજ બનીરહયો છે. તેમ આમ જનતામાંથી જાણવા મળી રહયું છે.


Loading...
Advertisement