અમરેલીમાં પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચાણ કરતા વેપારીઓનો 87750 રોકડ દંડ

27 February 2020 09:12 AM
Amreli
  • અમરેલીમાં પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ
વેચાણ કરતા વેપારીઓનો 87750 રોકડ દંડ

લારી-ગલ્લા-દુકાનો પર સરકારી તંત્ર તુટી પડતા દોડધામ

અમરેલી, તા. ર7
જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, એસ.ટી. વિભાગ, નગરપાલિકા જેવા વિવિધ વિભાગોને તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સમગ્ર અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ એપ્રિલ-ર019થી જાન્યુઆરી- ર0ર0 દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા કુલ 11પ7 કેસ કરી 87,7પ0નો દંડ વસૂલવામાં આવ્યો છે.
તમાકુનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારીઓ તથા લારી ગલ્લા ઉપર સૂચક બોર્ડ મૂકયા ન હોય તેવી દુકાનો તથા શૈક્ષણિક સંકુલોની આસપાસ તમાકુની બનાવટોનું વેચાણ કરતા લારી ગલ્લાઓ તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરનારને દંડ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સરકાર દ્વારા ઈ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી અમરેલી જિલ્લામાં કોઈ પણ સ્થળે આ ઈ-સિગારેટનું ઉત્પાદન, વેચાણ, વહેંચણી, સંગ્રહ અને જાહેરાત અંગેની માહિતી મળે તો જિલ્લાની આરોગ્ય શાખાને (0ર79ર) રર0960 ઉપર જણાવવા એક યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement