રાવલ-મચ્છુન્દ્રી જળાશયમાં પુરતો પાણીનો જથ્થો છતાં સિંચાઇનું પાણી આપવામાં તંત્ર નિષ્ક્રિય

27 February 2020 09:02 AM
Veraval
  • રાવલ-મચ્છુન્દ્રી જળાશયમાં પુરતો પાણીનો જથ્થો છતાં સિંચાઇનું પાણી આપવામાં તંત્ર નિષ્ક્રિય

ઉના-ગીરગઢડા પંથકના કિસાનોને સિંચાઇનું પાણી મેળવવામાં પડતી મુશ્કેલી : ખેડૂતોમા

ઉના, તા. ર7
ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન મચ્છુન્દ્રી તેમજ રાવલ ડેમમાંથી લોકોને પીવાનું પાણી તેમજ સિંચાઇનું પાણી મળી રહે તેમ પુરાતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોય ગત ચોમાસાની સીઝનમાં ઊનામાં 41.92 ઇંચ વરસાદ નોધાયેલ હતો. જ્યારે ગીરગઢડામાં 35.72 ઇંચ વરસાદ નોધાયેલ હતો. જ્યારે ગીરજંગલમાં ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદના કારણે આ બન્ને ડેમો જળ સપાટી ભરાયેલ જેથી પીવાના પાણીનો જથ્થો પુસ્કળ પ્રમાણમાં હોય મચ્છુન્દ્રી અને રાવલ સિંચાઇ યોજના હેઠળ ખેડૂતોને રવિપાક માટે ઊનાળુ અને શિયાળાની સીઝનનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓ માટે પાણી રીઝવર રખાતુ હોય તેવું એપ્રિલ મહીનાથીજ આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. અને આગામી ચોમાસા સુધી પુરતા પાણી મળી રહેશે.
ચોમાસાની સિઝન જુલાઇ માસ સુધી પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહી તેવું સિંચાઇ વિભાગના જવાબદાર અધિકારીએ જણાવેલ હતુ. મચ્છુન્દ્રી અને રાવલ સિંચાઇ યોજના હેઠળ બન્ને ડેમો માંથી કુલ 30 જેટલા ગામના ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત રાવલ પાણી જુથ યોજના હેઠળ પણ પાણી અપાતુ હોય અને મહી યોજના હેઠળ પણ આ તાલુકાને પાણી મળતુ હોવા છતાં હજુ તો શિયાળાની સીઝન પુરી નથી થઇ તેવા સમયે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી મળતુ ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. આ સમસ્યા ક્યા કારણે સર્જાય છે તે તપાસનો વિષય બની ગયો છે.
મચ્છુન્દ્રી ડેમમાં પાણીનો જથ્થો 24.0689 મી.ધનમીટર
ગીરગઢડા નજીક આવેલ મચ્છુન્દ્રી ડેમની ઉંડાઇ 9.45 મીટર હોય પાણીનું લેવલ 108.95 જી.ટી.એસ છે. જ્યારે આ ડેમમાં પાણીનો જથ્થો 24.0689 ધન મીટરમાં ફેલાયેલો છે.
રાવલ ડેમમાં પાણીનો જથ્થો હાલ 22.3284 મી.ધન મીટર
ગીરગઢડાના ધોકડવા નજીક ગીરમાં આવેલ રાવલ ડેમની ઉંડાઇ 18.30 હાલનું લેવલ 148.155 જી.ટી.એસ હોય જ્યારે પાણીનો જથ્થો 22.3284 મી.ધન મીટર ફેલાયેલ છે. હાલ આ પાણીનો જથ્થો ચોમાસાની સિઝનમાં જુલાઇ માસ સુધી ચાલે તેમ છે.


Loading...
Advertisement