ગાંધીધામ-ભાગલપુર વચ્ચે 6 માર્ચે વિશેષ હોલી-ડે ટ્રેન દોડશે

26 February 2020 07:08 PM
kutch Gujarat Saurashtra
  • ગાંધીધામ-ભાગલપુર વચ્ચે 6 માર્ચે વિશેષ હોલી-ડે ટ્રેન દોડશે

હોળીના તહેવારને ધ્યાનમાં રાખી રેલ્વે ગાંધીધામ-કચ્છ અને બિહારના ભાગલપુર વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે. આ ટ્રેન 6 માર્ચે સાંજે ગાંધીધામથી ઉપડશે અને 8 માર્ચે ભાગલપુર પહોંચશે. વળતા આ ટ્રેન ભાગલપુરથી 9 માર્ચ, સાંજે ભાગલપુરથી આવા મુંગેર થઈ ગાંધીધામ આવશે.
ટ્રેન સંખ્યા 09451/52 ગાંધીધામ ભાગલપુર સાપ્તાહિક હોળી સ્પેશ્યલમાં 20 કોચ હશે. એમાં એસી 2,3, સ્લીપર અને જનરલ કોચ હશે. વળતા આ ટ્રેન ભાગલપુરથી વાયા મુંગેર આવશે અને રસ્તામાં સુલ્તાનગંજ રોકાશે.


Loading...
Advertisement