બેટ દ્વારકા ખાતે કૃષ્ણલીલા તાદ્દશ કરતું મ્યુઝીયમ: પોરબંદર, મુંદ્રા, ભાવનગર, જામનગરને એર કનેકટીવીટી

26 February 2020 07:03 PM
Ahmedabad Gujarat Saurashtra
  • બેટ દ્વારકા ખાતે કૃષ્ણલીલા તાદ્દશ કરતું મ્યુઝીયમ: પોરબંદર, મુંદ્રા, ભાવનગર, જામનગરને એર કનેકટીવીટી

પ્રવાસન માટે 480 કરોડની ફાળવણી: શિવરાજપુર બીચ વિકસાવાશે : સોમનાથ-દ્વારકા વચ્ચે વિમાનસેવા માટે 1 કરોડ

ગાંધીનગર તા.26
નાણાપ્રધાન નીતીન પટેલે આજે રજૂ કરેલા બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂા.480 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નીતિનભાઈએ કરેલી જાહેરાત મુજબ બેટ દ્વારકા અને ઓખાને જોડતા સિગ્નેચર બ્રીજની કામગીરી પ્રગતિમાં છે. એ ઉપરાંત બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદ્દશ કરતું મ્યુઝીયમ બનાવવામાં આવો.
પટેલના જણાવ્યા મુજબ ઉડાન યોજના નીચે પોરબંદર, મુંદ્રા, ભાવનગર, જામનગરને એરકનેકટીવીટીથી જોડાશે.
* ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂા.5 કરોડની જોગવાઈ.
* પ્રવાસન નીતિ અંતર્ગત 383 જેટલા પ્રોજેકટ હેઠળ રૂપિયા 12000 કરોડંનું રોકાણ થનાર છે. જે પૈકી 197 પ્રોજેટ ચાલુ થયેલ છે અને 19000 લોકોને રોજગારી મળી છે જે માટે રૂા.60 કરોષડની જોગવાઈ.
* બોર્ડર ટુરીઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના બળવતર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂા.35 કરોડની જોગવાઈ.
* બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઈ તેના વધુ વિકાસ માટે રૂા.10 કરોડની જોગવાઈ.
* શુકલ તીર્થ, કબીરવડ, મંગલેશ્ર્વર અને અંગારેશ્ર્વરનો મેગા સર્કીટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂા.23 કરોડ ફાળવવામાં આવેલ છે. જેમાં રાજય સરકાર દ્વારા રૂા.5 કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
* પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુક્ત પ્રયાસથી અંદાજીત રૂા.200 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે.
* કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂા.150 કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.
* ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ-વે ની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂા.130 કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે.
સ્ટેચ્યુ ઓફ યુનીટી
વૈશ્ર્વિક ઓળખ મેળવી ચુકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડીયા ખાતે મુલાકાતે આવનાર પ્રવાસીઓની વિપુલ સંખ્યાને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓ તેમજ આકર્ષણો વિકસાવવામાં આવી રહેલ છે. આ વિસ્તારના સંતુલીત અને આયોજનબદ્ધ વિકાસ માટે સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળની સ્થાપના કરવામાં આવી છે. અહીં જંગલ સફારી, વિશ્ર્વ વન, આરોગ્ય વન, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, વેલી ઓફ ફલાવર્સ, ન્યુટ્રીશન પાર્ક, ઓર્કીડેરિયમ, ક્રોકોડાઈલ સેન્ટર વગેરેનું નિર્માણ કાર્ય હાથ ધરાયેલ છે. ઉપરાંત, મહિલા સ્વસહાય જૂથો મારફતે હર્બલ સાબુ બનાવવા, રોપાઓની જાળવણી જેવા રોજગારલક્ષી આયોજન કરવામાં આવેલ છે. આમ, આ પ્રવાસન સ્થળના સર્વાંગી વિકાસ માટે કુલ રૂા.387 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે.
પવિત્ર યાત્રાધામ
રાજયમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણીક યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરવા રૂા.147 કરોડની જોગવાઈ.
* રાજયના 6 મહત્વનાં યાત્રાધામો અને અન્ય મંદિરોના વિકાસ માટે રૂા.30 કરોડની જોગવાઈ.
કૃષ્ણ નગરી દ્વારકાનો વિકાસ
* બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર 4.56 કીલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી રૂા.962 કરોડ ખર્ચે પ્રગતિમાં છે.
* બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદ્દશ કરતું મ્યુઝીયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમીક સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.
* સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા રૂા.1 કરોડની જોગવાઈ.
* નાગરિક ઉડ્ડયન
* ઉડાન યોજના અંતર્ગત પોરબંદર, મુન્દ્રા, ભાવનગર અને જામનગર જેવા વિસ્તારોને એર કનેકટીવીટીથી તથા કેવડીયા, સાબરમતી અને શેત્રુંજયને વોટરડ્રોમથી જોડવા માટે કુલ રૂા.45 કરોડની જોગવાઈ.
* રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણા ખાતે એરપોર્ટ ડેવલપમેન્ટ માટે રૂા.25 કરોડની જોગવાઈ.


Loading...
Advertisement