જામનગરમાં સ્પોર્ટસ મ્યુઝીયમ બનાવવા બજેટ જાહેરાત : ગુજરાત બજેટ 2020-21

26 February 2020 07:01 PM
Jamnagar Gujarat
  • જામનગરમાં સ્પોર્ટસ મ્યુઝીયમ બનાવવા બજેટ જાહેરાત : ગુજરાત બજેટ 2020-21

હાલના વડાપ્રધાન અને ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલે ગુજરાત સુત્ર હેઠળ ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જે રાજયમાં સુપરહિટ સાબીત થયું છે અને તેનાથી શાળા અને કોલેજ ક્ષેત્રમાં ખેલકુદને મહત્વ મળ્યું છે.રાજય સરકારે ખુલ મહાકુંભ માટે રૂા.79 કરોડની જોગવાઈ કરી છે. જયારે જીલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કુલ માટે રૂા.72 કરોડ, જામનગર ખાતે સ્પોર્ટસ મ્યુઝીયમ બનાવવી રૂા.5 કરોડ, કલા મહાકુંભ માટે 9 કરોડ, નૃત્ય અકાદમી વડનગર ખાતે સ્થાપવા રૂા.1 કરોડ અને યોગના પ્રચાર માટે રૂા.2 કરોડ ફાળવ્યા છે.


Loading...
Advertisement