ગુજરાત બજેટ 2020-21 :પાંચ તાલુકામાં નવી મામલતદાર કચેરી: 18 વિશ્રામગૃહો નવા તૈયાર કરાશે

26 February 2020 06:48 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  •  ગુજરાત બજેટ 2020-21 :પાંચ તાલુકામાં નવી મામલતદાર કચેરી: 18 વિશ્રામગૃહો નવા તૈયાર કરાશે

રાજકોટ-અમદાવાદ સિકસલેન માટે 2893 કરોડની જોગવાઇ : તમામ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ : કર્મચારીઓ માટે નવા 1345 કવાટર્સ બનશે

ગાંધીનગર તા.26
ગુજરાતમાં પાંચ નવી મામલતદાર કચેરીઓ અને અઢાર નવા વિશ્રામ ગૃહો બનાવાશે ઉપરાંત તમામ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ અને રાજયમાં 1345 નવા સરકારી કવાટર્સ બનાવવામાં આવશે તેવુ માર્ગ-મકાન વિભાગ માટેની નાણા ફાળવણી કરવા નાણામંત્રીએ જણાવ્યું હતું.
વિશ્ર્વ બેન્ક સહાયિત યોજના અંતર્ગત રાજય ધોરીમાર્ગોને પહોળા, મજબૂત તથા નવીનીકરણની કામગીરી રૂા.1938 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિલોમીટર રસ્તાને રૂા.2893 કરોડના ખર્ચે છ માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. સરખેજ ગાંધીનગર હાઇવેને રૂા.867 કરોડના ખર્ચે છ-માર્ગી કરવાની કામગીરી પ્રગતીમાં છે. ભૂજ-ખાવડા-ધર્મશાળા રસ્તો રૂા.352 કરોડ અને થરાદ-ધાનેરા-પાથાવાડા રસ્તો રૂા.464 કરોડના ખર્ચે પેવ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. પ તાલુકા સેવા સદનો, 18 વિશ્રામગૃહો કે અતિથિગૃહો તેમજ અન્ય વિભાગના 245 કામો રૂા.2534 કરોડના ખર્ચે હાથ ધરેલ છે.
સરકારી કર્મચારીઓને પરિવાર સાથે રહેઠાણ માટે ઉત્તમ સુવિધાયુકત મકાનો ઉપલબ્ધ કરાવવા રૂા.123 કરોડના ખર્ચે 548 કવાટર્સનું બાંધકામ પૂર્ણ કરેલ છે. આ વર્ષે તેમજ 1456 કવાટર્સનું કામ રૂા.409 કરોડના ખર્ચે પ્રગતિમાં છે. ભવિષ્યમાં 350 કરોડના ખર્ચે 1345 કવાટર્સ બનાવવાનું આયોજન કરેલ છે.


Loading...
Advertisement