ગુજરાતનું બજેટ 2020-21ની સાથે સાથે....

26 February 2020 06:24 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • ગુજરાતનું બજેટ 2020-21ની સાથે સાથે....

* જીએસટીની અમલીકરણથી સરકારની આવક વધી
* શિક્ષણ ક્ષેત્રે અમારી સરકારે અનેક કામ કર્યા
* ગુજરાતના વિકાસને સુવર્ણ અક્ષરે લખવાની તક મળી
* સરકારે માળખાકીય સુવિધા માટે નાણા ખર્ચ્યા
* સાર્વત્રિક વિકાસના કારણે ગુજરાત રોલ મોડેલ બન્યું
* કિસાન સન્માન યોજનાથી ખેડુતોને ફાયદો થયો
* માવઠામાં ગુજરાત સરકારે અત્યાર સુધીની સૌથી મોટી સહાય ચૂકવી
* 48 લાખ ખેડુતોના ખાતામાં સીધી રકમ જમા કરાઈ
* ખેડુતો માટે સરકારે 3795 કરોડનું પેકેજ જાહેર કર્યુ
* 3 લાખ 44 હજાર કરોડના એમઓયુ થયા
* પહેલા ઉદ્યોગ, પછી ઉત્પાદન અને છેલ્લે કરની વાત
* અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 40 લાખ લોકોએ મુલાકાત લીધી
* 16 જેટલા એમએસએમઈ ઉદ્યોગો અત્યાર સુધીમાં સ્થપાયા
* ખેડુત કલ્યાણ માટે 7423 કરોડની જોગવાઈ
* પાક વીમો ભરવા માટે સરકાર 1190 કરોડનો પાક વીમાની સહાય કરશે
* ખેડુતોને 0 ટકાના દરે ધિરાણ આપવા 1 હજાર કરોડની જોગવાઈ
* ઓન ફાર્મ સ્ટોરેજ માટે એનએની જરૂર નહીં પડે
* નાના ગોડાઉન અને સ્ટોરેજ માટે સરકાર કરશે સહાય
* સરકારે પાક સંગ્રહ માટે 300 કરોડ ફાળવ્યા
* મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરી
* રાજયના 29 હજાર ખેડુતોને થશે લાભ
* પ્રાકૃતિક ખેત તરફ સરકારનો મોટો પ્રયાસ
* ખેડુતોને ટ્રેકટર ખરીદવા માટે 40 હજારથી 60 હજારની સહાય કરશે
* ખેડુતોને હળવા ભારવાહક વાહન માટે 75 હજારની સહાય અપાશે
* પાંજરાપોળોને પણ સહાયની જાહેરાત
* લારીમાં છુટક શાકભાજી વેચનારાઓને સરકાર મોટી છત્રી આપશે
* નાના માછીમારોને એન્જીન ખરીદવા સહાયની જાહેરાત
* ગાય દીઠ સરકાર વર્ષે 10800 ની નિભાવ સહાય આપશે
* ખેડુતોને 0 ટકા વ્યાજ દરે ધિરાણ
* ભૂગર્ભ જળને ઉંચુ લાવવા પ્રયાસ કરાશે
* પશુદાણની ખરીદી પર 50 ટકા સહાય
* સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ
* થરાદથી સીપ્ર ડેમ સુધી પાઈપ લાઈન નખાશે
* 10 ગામ દીઠ પશુ દવાખાના માટે 35 કરોડની જોગવાઈ
* રાજયની 500 શાળાઓને સ્કુલ ઓફ એકસેલમ્સ તરીકે વિકસાવાશે
* પ્રાથમિક શાળાઓમાં 7 હજાર નવા વર્ગ ખંડો બનાવાશે
* હિંમતનગર પાસે રૂા.43 કરોડના ખર્ચે નવી વેટરનરી કોલેજ શરૂ થશે
* સુગર મિલને 25 કરોડની જોગવાઈ
* જળ સંપત્તિની કામગીરી માટે 7220 કરોડની જોગવાઈ
* ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજનાનો અમલ
* મહિલા અને બાલ કલ્યાણ માટે 3150 કરોડની જોગવાઈ
* અટલ ભુજલ યોજના માટે ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓમાં આયોજન
* વન્ય સંરક્ષણ અને સંવધર્નન માટે 281 કરોડની જોગવાઈ
* આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ
* સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 347 કરોડની જોગવાઈ
* પાણી પુરવઠા માટે 4317 કરોડની જોગવાઈ
* ઘાસ સંગ્રહની ક્ષમતા વધારવા 40 નવા ગોડાઉન
* જમીનની ખારાસ અટકાવવા ભાડભૂત બેરેજની કામગીરી થશે
* થરાડથી સીપ્ર સુધી પાઈપ લાઈન નખાશે
* ગાંધીનગરમાં નવી પોલીસ કમિશ્ર્નરની કચેરી બનશે
* સૌની યોજનાથી અત્યાર સુધી 32 જળાશયો અને 48 તળાવો ભરાયા
* જમીન માપણીની આધુનિક પદ્ધતિ માટે 27 કરોડની જોગવાઈ
* પ્રાથમીક શાળાઓના વર્ચ્યુલ કલાસ રૂમ બનશે
* શિક્ષણમાં ગુણવતા લાવવા ઓનલાઈન રિયલ ટાઈમ મોનીટરીંગ
* પ્રાથમિક શાળાઓ માટે 7 હજાર નવા વર્ગ ખંડો બનશે
* શિક્ષણ વિભાગ માટે 31995 કરોડની જોગવાઈ
* એમબીબીએસની સીટોમાં વધારો કરાશે
* જસદણ, હાલોલ, માણાવદર, સોનગઢની હોસ્પિટલોને અપગ્રેડ કરાશે
* રાજયોમાં કુલ 32 નવી મેડિકલ કોલેજો બનાવાશે
* પોરબંદર, નવસારી, રાજપીપળામાં નવી મેડિકલ કોલેજ બનશે
* મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય યોજનામાં 77 લાખ પરિવારોની નોંધણી
* 180 કરોડના ખર્ચે નવી મેનાનીટી ચાઈલ્ડ હોસ્પિટલ બનશે
* 101 યોજના અંતર્ગત નવી 50 એમ્બ્યુલન્સ ખરીદાશે
* એસએસજી હોસ્પિટલમાં નવી હોસ્પિટલ કાર્યરત કરાશે
* પોષણ અભિયાન અંતર્ગત ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર અપાશે
* શહેરી વિસ્તારમાં 500 આંગણવાડી શરૂ કરાશે
* સુપોષિત આંગણવાડીની સિદ્ધિ પ્રાપ્ત કરનાર આંગણવાડી વર્કરને પુરસ્કાર અપાશે
* સુરેન્દ્રનગરના અગરિયાઓ માટે રણ આંગણવાડી શરૂ કરાશે
* અમદાવાદ, સુરત, રાજકોટની જેલોમાં મિનિ આંગણવાડી શરૂ કરાશે
* ગંદા પાણીને શુદ્ધ કરવા સરકાર પ્રોજેકટ લાવશે
* નાવડા, બોટાદ, ચાવંડ બુઢેળ, બોરડા, ધરાઈ, ભેસાણમાં પાઈપ લાઈન નખાશે
* ગાંધીનગરને 24 કલાક પાણી આપવા 240 કરોડની યોજના
* અનુસુચિત જાતિના બાળકો માટે વિશેષ યોજના
* 50 હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યા સાધના યોજના અંતર્ગત સાઈકલ સહાય અપાશે
* સાત ફેરા સમૂહ લગ્નની યોજનાની સહાયમા વધારો
* નિરાધાર વૃદ્ધોને રૂા.750 ના બદલે રૂા.1 હજાર સહાય અપાશે
* રાજપીપળાના બિરસામુંડામા આદિજાતિ યુનિવર્સિટી શરૂ થશે
* કડાણા, મોડાસા, ભીલાડમાં નવા ક્ધયા છાત્રાલયો શરૂ કરાશે
* સ્વદેશમાં વિકાસ કરવા માગતા એનઆરજી માટે ખાસ યોજના માદરે વતન યોજના
* ગામમાં એનઆરજી જેટલી રકમ આપશે તેટલી રકમ સરકાર વિકાસ માટે આપશે
* ગામમાં શાળા, સ્મશાન, દવાખાનુ, ગટર વ્યવસ્થા, લાઈબ્રેરી જેવી સુવિધા વિકાસાવવાનો આશય


Loading...
Advertisement