1964-2020 : 56 વર્ષ બાદ કેલેન્ડરમાં તારીખ-વાર એક સરખા

25 February 2020 06:31 PM
Rajkot
  • 1964-2020 : 56 વર્ષ બાદ કેલેન્ડરમાં તારીખ-વાર એક સરખા
  • 1964-2020 : 56 વર્ષ બાદ કેલેન્ડરમાં તારીખ-વાર એક સરખા

દર વર્ષે અંગ્રેજી કેલેન્ડરમાં તારીખ-વારનો ફેરફાર : વર્ષો બાદ કેલેન્ડર રીપીટ થવાનો અદભૂત સંયોગ

આપણા દેશમાં ઘણા કેલેન્ડર પ્રચલીત છે. જેમાં દરેક વર્ષે કેલેન્ડરમાં તારીખ, વારમાં ફેરફાર થાય છે. પરંતુ 1964નું એટલે કે 56 વર્ષ બાદનું આ વર્ષે 2020નું કેલેન્ડર એક સરખું હોવાનો સંયોગ રચાયો છે. દેશમાં 1 લી જાન્યુઆરીએ મનાવવામાં આવતુ નવુ વર્ષ દર અસલ ગ્રેગોરીયન કેલેન્ડર પર આધારીત છે દુનિયાભરમાં આજે જે કેલેન્ડર પ્રચલિત છે એને પોપ ગ્રેગોરી અષ્ટમે ઇસવીસન 1582માં તૈયાર કર્યુ હતું. ભારત દેશમાં ઘણા કેલેન્ડર છે જેમાં વિક્રમ સંવત, શક સંવત, હિજરી સંવત, ફસલી સંવત, બાંગ્લા સંવત, બૌઘ્ધ સંવત, જૈન સંવત, ખાલસા સંવત, તમિલ સંવત, મલયાલમ સંવત, તેલુગુ સંવત આદી અનેક પ્રચલીત છે. પરંતુ દેશમાં પ્રચલીત અંગ્રજી કેલેન્ડર સર્વાધીક પ્રચલીત છે. 1964નાં વિતેલા કેલેન્ડરમાં જે તારીખ-વાર હતા તે આજે 2020ના કેલેન્ડર એકદમ સરખા છે. મતલબ પ6 વર્ષ બાદ કેલેન્ડર એક સરખું હોવાનો સંયોગ સર્જાયો છે.


Loading...
Advertisement