કોરોના વાઈરસનો વૈશ્ર્વિક મરણાંક 2698: અમેરિકાએ ઈટાલી-ઈરાન માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી

25 February 2020 06:29 PM
World
  • કોરોના વાઈરસનો વૈશ્ર્વિક મરણાંક 2698: અમેરિકાએ ઈટાલી-ઈરાન માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી

બહેરીને દુબઈ-શારજાહની ફલાઈટ સસ્પેન્ડ કરી

પેઈચીંગ તા.25
વિશ્ર્વમાં કોરોના વાઈરસથી મરણાંક 2698 થયો છે. એમાંના મોટાભાગના મેઈનસેન્ડ ચીનમાં થયા છે. એ સાથે વૈશ્ર્વિક કેસોની સંખ્યા 80000ને પાર કરી ગઈ છે.
સાઉથ કોરીયાના કોરોનાના 800 કેસ નોંધાયા છે. યુરોપમાં સૌથી વધુ અસર ઈટાલીમાં થઈ છે. ત્યાં 7 માણસો મોતને ભેટયા છે અને 220ને ચેપ લાગ્યો છે. કેટલીક મ્યુનીસીપાલીટીમાં નિયંત્રણો મુકવામાં આવ્યા છે. ઈરાને 12 મોત અને 60 કેસોનો અહેવાલ આપ્યો છે.
દરમિયાન, બહેરીનના સતાવાળાઓએ દુબઈ અને શારજાહ જતી-આવતી તમામ ફલાઈટસ 48 કલાક માટે સસ્પેન્ડ કરી છે. સોમવારે બહેરીનમાં કોરોના વાઈરસનો બીજો કેસ નોંધાયો છે.
બીજી બાજુ, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીએસ) એ વાઈરસના કારણે ઈટાલી અને ઈરાન માટે એલર્ટ લેવલ 2થી એડવાઈઝરી જારી કરી છે. સીડીસીની ભલામણમાં વયસ્ક લોકો અને કાયમી તબીબી સ્થિતિ ધરાવતા લોકોને આ બન્ને દેશોમાં બિનજરૂરી મુસાફરી ન કરવા જણાવ્યું છે. સીડીઓએ દક્ષિણ કોરિયા માટેની ટ્રાવેલ એડવાઈઝરી વોર્નિંગ લેવલ ટુ કરી છે.


Loading...
Advertisement