સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ સામે ચિંતા વ્યકત કરતા 300 શહેરી નિષ્ણાંતો

25 February 2020 06:28 PM
India
  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ સામે ચિંતા વ્યકત કરતા 300 શહેરી નિષ્ણાંતો

પર્યાવરણની મંજુરી સામે હાઈકોર્ટમાં ધા

નવી દિલ્હી તા.25
લગભગ 300 સ્થપતિઓ, પર્યાવરણવાદીઓ અને શહેરી ડિઝાઈનરોએ પર્યાવરણ પ્રધાન પ્રકાશ આંબેડકરને પત્ર લખી સેન્ટ્રલ વિસ્યા રિડેવલપમેન્ટ પ્લાન માટે કમ્યુલેટીવ ઈમ્પેકટ એસેસમેન્ટ અને જાહેર સુનાવણી માટે માંગણી કરી છે.
સંસદની નવી ઈમારત સહિતના વિસ્તારના નિર્માણ માટે શહેરી આવાસ મંત્રાલય હેઠળના જાહેર બાંધકામ ખાતાએ પર્યાવરણ માટે મંજુરી આપી એના પગલે આ પત્ર લખાયો છે.
લોકપથ નામના શહેરી આયોજકો અને પર્યાવરણવાદીઓના જૂથના દાવા મુજબ બિલ્ડીંગ અને ક્ધસ્ટ્રકશન પ્રોજેકટની ઈન્ડિવિજયુઅલ કેટેગરી 8(એ) પર્યાવરણ મંત્રાલયના નિયમોનો ભંગ છે.
પત્રમાં જણાવ્યું છે કે હેરિટેજ, પબ્લીક સ્પેસ અને પર્યાવરણને અસર કરતા વિશાળ રિડેવલપમેન્ટ પ્લાનને રૂટીન બિલ્ડીંગ અને ક્ધસ્ટ્રકશન પ્રોજેકટ તરીકે જોવામાં આવી રહ્યા છે એથી અમે નિરાશ થયા છીએ. રિડેવલપમેન્ટ પ્લાનમાં સમગ્ર ભાગોની કયુમ્યુલેટીવ ઈમ્પેકટ એસેસમેન્ટ બતાવાઈ નથી અને આ માટે કોઈ સુનાવણી પણ રાખવામાં આવી હતી.
દરમિયાન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને આપવામાં આવેલી પર્યાવરણ સંબંધી મંજુરીને પડકારતી અરજીના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને એકસપર્ટ એપ્રેઝલ કમીટી (ઈએસી)ના નિર્ણયનો રિપોર્ટ રજુ કરવા જણાવ્યું છે.


Loading...
Advertisement