સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓ સ્વાઈન ફલુની ચપેટમાં આવ્યા

25 February 2020 06:28 PM
India
  • સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓ સ્વાઈન ફલુની ચપેટમાં આવ્યા

સ્ટાફ-ધારાશાસ્ત્રીઓને ‘આઘા’ રહેવા સલાહ

નવી દિલ્હી: ચીન સહિતના દેશોમાં કોરોના વાયરસનો ખતરો છે અને તે હવે વધુને વધુ દેશો ભણી આગળ વધી રહ્યા છે તો દિલ્હીમાં સ્વાઈન ફલુ એ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે અને સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓ આ એચ વન, એન વન ફલુથી પિડીત હોવાનું જાહેર થયું છે.
આજે સુપ્રીમ કોર્ટના રૂમ નં.બે માં જસ્ટીસ સંજીવ ખન્ના આજે માસ્ક પહેરીને તેનું કામકાજ કરતા નજરે ચડયા હતા. તેઓએ કહ્યું કે અન્ય પાંચ જજોને પણ સ્વાઈન ફલુની અસર છે. તેમણે ધારાશાસ્ત્રી તથા અદાલતના સ્યાફને પણ સાવચેત રહેવા જણાવ્યુ હતું. તેમણે સ્ટાફને આ વાયરસ સામે કોઈ દવા હોય તો આગોતરા લેવા માટે પણ ભલામણ કરી છે.


Loading...
Advertisement