આજે સાંજે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક : બજેટ સત્ર વ્યુ ઘડાશે

25 February 2020 06:26 PM
Ahmedabad Gujarat
  • આજે સાંજે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક : બજેટ સત્ર વ્યુ ઘડાશે

રાજયમાં લાંબા સમય બાદ ફરી રાજકારણ ધગશે

ગાંધીનગર તા.25
આવતીકાલથી ગુજરાત સરકારનું બજેટ સત્ર શરૂ થશે જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘેરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે આવતીકાલથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત થવા જઇ રહી છે. તો બીજી તરફ વર્તમાન સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિપક્ષ કોંગ્રેસ બજેટ સત્ર દરમિયાન વર્તમાન ભાજપ સરકારને ઘેરવા નમસ્તે ટ્રમ્પ થી માંડીને બેરોજગારી ખેડૂતોના પ્રશ્ર્નો પાક વીમા અને વિવિધ આંદોલનો સહિત અલગ અલગ મુદ્દે સરકાર તે ઘેરશે. પરિણામે સમગ્ર બજેટસત્ર ભાજપ-કોંગ્રેસના હોબાળા વચ્ચે તોફાની બનવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બજેટસત્રના પગલે કોંગ્રેસ દ્વારા આજથી આક્રમક બનેલી વર્તમાન ભાજપ સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી કાઢી છે જેના ભાગરૂપે આજે સાંજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ની મહત્વની બેઠક મળશે આ બેઠક ની અંદર સરકારને ઘેરવા ના અલગ-અલગ મુદ્દાઓ જેમ કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળતી થી પ્રવર્તમાન સ્થિતિ વિવિધ આંદોલનો ભોગવવાની બેરોજગારી અને નમસ્તે કાર્યક્રમના ખર્ચ અને કમિટી સહિતના મુદ્દે ધારાસભ્યની માહિતગાર કરવામાં આવશે જેના થકી ભાજપ સરકારને ઘેરવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી અન્વયે પણ વિપક્ષમાં ચર્ચા-વિમર્શ કરવામાં આવશે. નોંધનીય છે કે રાજસભા બેઠકોની ગુજરાત રાજ્યની 4 ખાલી બેઠકોની યોજાનારી ચૂંટણી અંતર્ગત ચર્ચા વિમર્શ કરવામાં આવશે.
જોકે રાજ્યસભાની ચૂંટણી ની મુદત 9 માર્ચે શરૂ થવા જઈ રહી છે જેનું નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે જ્યારે 13મી માર્ચે નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 18 માર્ચ નક્કી કરવામાં આવી છે. જોકે મતદાન કરવાનું થાય તો 26મી માર્ચે સવારે 9 થી સાંજે 4 સુધી મતદાન યોજાઇ શકે છે.


Loading...
Advertisement