કાલે ગુજરાતનું બજેટ : પાલિકા-પંચાયત ચૂંટણી ઇફેકટ દેખાશે

25 February 2020 05:27 PM
Ahmedabad Gujarat
  • કાલે ગુજરાતનું બજેટ : પાલિકા-પંચાયત ચૂંટણી ઇફેકટ દેખાશે

વિધાનસભાના 23 દિવસનું બજેટ સત્ર પૂર્વે રણનીતિ ઘડતા શાસક-વિપક્ષ : રાજયમાં સરકાર હવે સ્થાનિક ચૂંટણી મોર્ડમાં મહત્વના સરકારી વિધેયક નથી : રાજયસભાની ચૂંટણીમાં અસર દેખાશે

ગાંધીનગર તા.25
આવતીકાલે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે જેમાં નીતીનભાઇ પટેલ આઠમી વખત પોતાનું બજેટ રજૂ કરશે નોંધનીય છે કે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળા ના ફાળે જાય છે. જ્યારે ભાજપના જ બીજા અગ્રણી નેતા નીતીનભાઇ પટેલ સતત બજેટ રજૂ કરવામાં બીજા ક્રમે રહ્યા છે .
આવતીકાલે બપોરે 12ના ટકોરે ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર રજૂ થશે નોંધનીય છે કે રજુ થનાર બજેટ માં સરકાર કેટલીક મહત્વની જાહેરાતો કરે તેમ મનાઈ રહ્યું છે .કારણ કે આવી રહેલી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીના પગલે ભાજપ સરકાર પ્રજાલક્ષી નવી નીતિ અને યોજનાઓ જાહેર કરશે તેમ મનાઈ રહ્યું છે.જોકે આ વખતે નક્કી કરાયેલા એજન્ડા મુજબ સત્ર 23 દિવસ મળશે. આ સત્ર દરમ્યાન ત્રણ દિવસ બે બે બેઠક મળશે. આમ કુલ 26 બેઠકો મળશે. જેમાં હોળી ધુળેટી પર્વ ના કારણે 4 દિવસનું મીની વેકેશન પણ આવશે. જ્યારે સરકારી કામકાજ અને વીધેયકો માટે સત્રના છેલ્લા 3 દિવસ ફાળવવામાં આવ્યા છે. એટલે કે સરકારી વિશેષ ખરડા રજૂ કરવાના મૂડ માં નહીં હોવાનું મનાઈ રહ્યુ છે પરંતુ સમગ્ર સત્ર દરમિયાન નાણાકીય બાબતો અને બજેટમાં ફેરફારોને લઈને નાણાકીય વિધેયક રજૂ કરે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે . આ ઉપરાંત સમગ્ર સત્રમાં બજેટલક્ષી જ કામગીરી હાથ ધરવામાં આવશે અને આગામી 26મી તારીખે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી નો મુદ્દો સત્રમાં છવાયેલો રહેશે તે વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઇને સાંજે 5: 30 કલાકે વિપક્ષી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ની બેઠક મળી રહી છે. જયારે ભાજપના ધારાસભ્યો ની પણ બેઠક સાંજે 5 કલાકે મળશે. જેમાં કોંગ્રેસ વિપક્ષમાં ઘેરવા માટે રણનીતિ તૈયાર કરશે જ્યારે ભાજપ ના ધારાસભ્યો કોંગ્રેસના ઘેરાવ થી દૂર રહેવા માટે રણનીતિ ઘડી કાઢશે. ગુજરાત વિધાનસભાના બજેટસત્ર મા ગૃહમાં લેવાનારી વિવિધ કામગીરી જોવા જઈએ તો એક મહિના સુધી ચાલનારા આ સત્રમાં 13 દિવસ બેઠક મળશે નહીં .જ્યારે આ સત્ર દરમિયાન બજેટ સત્રમાં વિવિધ વિભાગોની માગણીઓ ઉપર સરકાર અને વિપક્ષ દ્વારા વિશેષ ચર્ચા કરવામાં આવશે જોકે વિધાનસભા દ્વારા બનાવાયેલા એજન્ડા મુજબ ત્રણ દિવસ માટે બે બે બેઠકો મળશે.
ઉપરાંત રાજ્યપાલશ્રીના પ્રવચન અંતર્ગત આભાર પ્રસ્તાવ તેમજ અંદાજપત્રની સામાન્ય ચર્ચા માટે સાત દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. નાણા વિભાગનો હવાલો ધરાવતા નીતીનભાઇ પટેલ પહેલા વર્ષ 1920 માટેના ખર્ચના પૂરક પત્રકો રજૂ કરશે અને ત્યારબાદ વર્ષ 2020 એક વિષ્ણુ અંદાજપત્ર રજૂ કરશે જોકે બજેટ પરની સામાન્ય ચર્ચા ગૃહમાં શરૂ કરતાં પહેલાં બે દિવસ પૂરક પત્રક ઉપર ચર્ચાઓ કરીને તે મંજુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે .
તો બીજી તરફ આ સત્રમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણી પણ ચર્ચાના એરણે રહેશે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ના કારણે સમગ્ર સત્ર ગરમાયેલું રહે તેવા સંકેતો વહેતા થયા છે.


Loading...
Advertisement