મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ : ખળભળાટ

25 February 2020 12:10 PM
Morbi Crime Saurashtra
  • મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ : ખળભળાટ
  • મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ : ખળભળાટ
  • મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ : ખળભળાટ
  • મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ : ખળભળાટ
  • મોરબીમાં કારખાનેદારની આંખમાં મરચુ છાંટી રૂા.18 લાખ ભરેલ થેલાની લૂંટ : ખળભળાટ

વાવડી રોડ પર બાઇક સવાર બે શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થતાં પોલીસની નાકાબંધી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.25
મોરબીમાં આજે સવારે વધુ એક લુંટનેા બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાંથી પૈસા ભરેલ થેલો લઇને જઇ રહેલા પટેલ કારખાનેદાર યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટીને બે અજાણ્યા નંબર પ્લેટ વગરના બાઇક સવારો રૂપિયા 18 લાખ ભરેલ થેલો લઈને ભાગી છૂટયા હોવાનો બનાવ જાણવા મળેલ છે જોકે જોકે નંબર પ્લેટ વગરના બાઈકમાં જઈ રહેલા અને હેલ્મેટ પહેરેલા બે ઇસમેા સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી અને પેગવીન સીરામીકમાં કારખાનેદાર એવા હિતેશભાઈ લવજીભાઈ સરડવા ઉંમર 42 નામનો યુવાન આજે સવારે શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાંથી જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે રૂપિયા 17 થી 18 લાખ ભરેલ થેલો હતો જે હિસાબ કર્યા બાદ કારખાને લઈ જઈ રહ્યા હતા દરમિયાનમાં સોસાયટીના દરવાજા પાસે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં બે અજાણ્યા નંબર પ્લેટ વગરના બાઇકમાં આવેલા ઇસમોએ હિતેશભાઈ સરડવાની આંખમાં મરચાની ભૂકી છાંટી ને તેમની પાસે રહેલ રૂપિયા 17 થી 18 લાખ ભરેલ થેલો ઝુંટવીને લુંટીને ભાગી છૂટયા હતા જોકે બંને ઇસમેા હાલ સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા નાકાબંધી જાહેર કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ભાગી છૂટેલા બે અજાણ્યા બાઈક સવારોની ભાળ મેળવવા હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

સનસનીખેજ રૂા.18 લાખની લૂંટમાં લૂંટારૂઓનું પગેરૂ દબાવતી પોલીસ
મોરબીમાં લૂંટારૂઓને ઓળખવા સીસીટીવી ફૂટેજની ચકાસણી
લૂંટ ચલાવી બંને શખ્સો બાઇકમાં ફરાર : વેપારોની ફરિયાદના આધારે ગુનો દાખલ : બેંક લૂંટ બાદ બીજો બનાવ
મોરબીમાં ધોળા દિવસે હથિયારધારી લૂંટારૂઓ બેંકમાં લૂંટ ચલાવ્યાના બનાવ બાદ આજે સવારે ફરી લૂંટનો બીજો બનાવ બનતા મોરબીમાં ખળભળાટ મચી ગયો છે. આજે વાવડી રોડ વેપારીની આંખમાં મરચાનો પાવડર છાંટી રૂા.18 હજારની રોકડ ભરેલ થેલાની બે અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી બાઇકમાં ફરાર થતા પોલીસદળમાં દોડધામ મચી સાથે લૂંટારૂઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી.
મોરબીમાં આલાપ રોડ પર રહેતા હિતેશભાઇ સરવડા આજે વાવડી રોડ પર સોમૈયા સોસાયટીમાં ઓફિસેથી ઘરે જવા પોતાની કાર સાથે જતા ત્યારે અચાનક બાઇક આધારે બે અજાણ્યા શખ્સો તેમની આંખમાં મરચાની ભુક્કી નાખી કારમાં રહેલ રૂા.18 ભરેલ થેલો લૂંટી નાસી છુટયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વેપારી હિતેશભાઇના વર્ણન આધારે લૂંટ ચલાવી નાસી જનારા લૂંટારૂઓને ઝડપી લેવા નાકાબંધી સાથે સીસીટીવી ફૂટેજ આધારે લૂંટારૂઓનું પગેરૂ દબાવ્યું છે. સવારના સમયે લૂંટ થયાના સમાચાર મોરબી શહેરમાં વાયુ વેગે પ્રસરી જતાં ખળભળાટ મચી ગયો હતો.


Loading...
Advertisement