અમરેલીમાં અનાથ બાળાઓને ભાવતા ભોજન કરાવી આગેવાને જન્મદિવસ ઉજવ્યા

24 February 2020 09:57 AM
Amreli
  • અમરેલીમાં અનાથ બાળાઓને ભાવતા
ભોજન કરાવી આગેવાને જન્મદિવસ ઉજવ્યા

દિલીપભાઇ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિ : સમાજને ઘડો લેવા અપીલ

અમરેલી, તા. ર4
અમરેલી જિલ્લાના વાંકીયા ગામના વતની તથા અમદાવાદના અગ્રણી બિલ્ડર, લેઉવા પટેલ સમાજના ધૂરંધર મોભી સ્વ. બાબુભાઈ પેથાણી (ડીએસપી)ના જન્મદિન નિમિતે તેમના પુત્રો અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કાઉન્સિલર અશ્વિનભાઈ પેથાણી, દિનેશભાઈ પેથાણી, મહેશભાઈ પેથાણી દ્વારા અમરેલીની મહિલા વિકાસ ગૃહની અનાથ બાળાઓને મિષ્ટ ભોજન આપીને ઉજવ્યો હતો. સ્વ. બાબુભાઈ પેથાણીના નિધન બાદની પ્રથમ જન્મતિથિએ પેથાણી પરિવાર દ્વારા અપાયેલ આ ભોજન સમારોહમાં રાજયના પૂર્વ કૃષિમંત્રી, નાફસ્કોબના ચેરમેન, રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી તથા જિલ્લાના લેઉવા પટેલ સમાજના આગેવાન અગ્રણીઉદ્યોગપતિ વસંતભાઈ મોવલીયા, પટેલ સમાજના ઉપપ્રમુખ કાંતીભાઈ વઘાસીયા, ડાયનેમિક ગૃપ અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી, યુ.બી. ભગત સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હિતેષ ભીમાણી, અરૂણાબેન માલાણી, ભાવનાબેન ગોંડલીયા, પ્રફુલભાઈ પેથાણી, ભરતભાઈ બાવીશી, પ્રવિણભાઈ રામાણી, નનુભાઈ પેથાણી, મનસુખભાઈ પેથાણી વિગેરે ઉપસ્થિત રહીને અશ્વિનભાઈ પેથાણીના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.
આ તકે ઉપસ્થિત સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે સ્વ. બાબુભાઈ પેથાણી (ડીએસપી) સાચી સેવાના સંવાહક, ગરીબ તથા જરૂરિયાતમંદના આધાર હતા ત્યારે તેના કલ્યાણાર્થે તથા તેમની સ્મૃતિમાં જન્મતિથિ ભોજનનું આ સત્કાર્યને હું દિલથી આવકારીને અશ્વિન પેથાણીને અભિનંદન આપું છું.
લીલીયામોટા ખાતે યોજાનારા રજત જયંતી મહોત્સવને લઈને બેઠક
જગત જનની માં ઉમિયાના આશીર્વાદથી ઉમાધામ લીલીયામોટા મુકામે આવેલ ઉમિયા માતાજી મંદિરના રપમાં પાટોત્સવની અલૌકિક ત્રિદિવસીય ઉજવણી આગામી તા.ર8 થી 30 માર્ચ સુધી કરવામાં આવનાર છે. આ આયોજનની પૂર્વ તૈયારી અંતર્ગત તા.ર0/રને ગુરૂવારના રોજ તુલસી પાર્ટી પ્લોટ, અમરેલીમાં રજત જયંતી મહોત્સવની કામગીરી માટે રચવામાં આવેલ વિવિધ સમિતિઓના ચેરમેન, વાઈસ ચેરમેન તથા અમરેલી જિલ્લા અને શહેર સંગઠન સમિતિની મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટીંગમાં શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયામોટાના પ્રમુખ બાબુભાઈ સી. ધામતે શાબ્દિક સ્વાગત ઉદબોધન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
અમરેલી જિલ્લા સંગઠન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ સુરાણીએ આગામી દિવસોમાં સમગ્ર અમરેલી જિલ્લાના 70 કરતાં વધુ ગામડાઓમાં વિચરણ કરનાર માં ઉમા જયોતિરથની માહિતી આપેલ હતી. રજત જયંતી મહોત્સવ-ર0ના ક્ધવીનર વજુભાઈ આર. ગોલ દ્વારા કામગીરી માટે રચવામાં આવેલ વિવિધ 47સમિતિઓ અને તે સમિતિઓએ કરવાની વિવિધ કામગીરી, ફરજો અને જવાબદારીથી માહિતગાર કરાવ્યા હતા અને દરેક સમિતિએ ભવ્ય આયોજનને સફળ બનાવવા સામૂહિક કામગીરીમાં જોડાઈ જવા અપીલ કરી હતી. આગામી રવિવાર તા.ર3/રના રોજ ઉમાધામ લીલીયામોટા મુકામે 1,400 ઉમા સૈનિક સમા સ્વયંસેવકોની મિટીંગનું પણ આયોજન કરવામાં આવનાર છે.


Loading...
Advertisement