રાજુલામાં ત્રિદિવસીય ખેડૂત સંમેલન : પ્રાકૃતિક ખેતીની અપીલ

24 February 2020 09:50 AM
Amreli
  • રાજુલામાં ત્રિદિવસીય ખેડૂત
સંમેલન : પ્રાકૃતિક ખેતીની અપીલ

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે તા.ર1 થી ર3 સુધી ચાલનાર ત્રિદિવસીય ખેડૂત સંમેલનને કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ કાર્યક્રમની સમગ્રલક્ષી સમીક્ષા કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિનું વિશેષ મહત્વ છે. ખેડૂતોનેપ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે તેમને પૂરતું પ્રોત્સાહન આપવું જરૂરી છે. ત્યારે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને રાજય સરકાર તરફથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહયા છે એ બિરદાવવા યોગ્ય છે. ડબલ્યુએચઓ દ્વારા થયેલા એનાલિસિસના અનુસંધાને આવનારી પેઢીને થતા નુકસાનને અટકાવવા આ સંસ્થા દ્વારા જે પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે તે કાબીલેતારીફ છે. આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી જ આરોગ્યપ્રદ જીવન માટેનો શ્રેષ્ઠતમ વિકલ્પ બનશે તેમાં કોઈ બેમત નથી.
કાર્યક્રમમાં રાજુલા તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના કૃષિમંત્રીના સ્વાગત માટે ઓમાનંદ ગિરિ બાપુ, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, રાજુલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, કિશાન સંઘના અઘ્યક્ષ બાબુભાઈ જેબલીયા તથા જિલ્લા ભાજપના હોદેદારો, શહેરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement