ઉનાના ઉમેજ ગામે રહેણાંક મકાનમાંથી 299 બોટલ વિદેશી દારૂ ઝડપાતા ચકચાર

24 February 2020 09:48 AM
Veraval
  • ઉનાના ઉમેજ ગામે રહેણાંક મકાનમાંથી
299 બોટલ વિદેશી દારૂ ઝડપાતા ચકચાર

ફઊના તા.24
ઊનાના ઉમેજ ગામે રહેતા બુટલેગરના રહેણાંક મકાનમાં દારૂની બોટલો છુપાવેલ હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો અલગ અલગ બોટલો તેમજ બીયર સાથે મુદામલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉમેજ ગામે બુટલેગર ભગુ ઉર્ફે ભગા ઉકા જાદવના રહેણાંક મકાનમાં તેમના ભાઇ દિપસિંહ ઉર્ફે દિપો ઉકા જાદવએ મકાનના ફળીયામાં વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન કુલ મળી નં.299 કિ. રૂ. 40 હજારથી વધુનો અલગ અલગ બ્રાંડની બોટલો છુપાવેલી હોય આ અંગે પોલીસે બાતમી આધારે રેઇડ કરતા સ્થળ પરથી દારૂનો જથ્થો મળી આવતા આ શખ્સને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement