ઉનામાં મુસ્લિમ આધેડની હત્યામાં સંડોવાયેલા ત્રણ શખ્સો 2 દિવસના રીમાન્ડમાં

24 February 2020 09:44 AM
Veraval Crime
  • ઉનામાં મુસ્લિમ આધેડની હત્યામાં સંડોવાયેલા ત્રણ શખ્સો 2 દિવસના રીમાન્ડમાં

હત્યા કોના ઇશારે થઇ? સહિતના મુદ્દે આકરી પૂછપરછ

ઉના તા.24
ઊના શહેરમાં સંધીવાડા વિસ્તારમાં ગત તા.20 ફેબ્રુ.ના મોડી રાત્રીના સમયે પાનની દુકાન ધરાવતા મુસ્લીમ આધેડ ગુલાબશા ફકીરશા શામદાર ઉ.વ.54 ની હત્યાના ગુન્હામાં સંડોવાયેલા નગર પાલીકાના કોર્પોરેટરના પુત્ર સહીત ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી બે દિવસ રીમાન્ડ પર લઇ આ હત્યામાં કોણ કોણ સંડોવાયેલ અને કોના ઇશારે હત્યા કરી હોવા અંગે તપાસ હાથ ધરેલ છે.
હત્યાના ગુન્હામાં સંડોવાયેલ વસીમ ઉર્ફે ધનો ઇકબાલ મેમણ, નગર સેવીકાનો પુત્ર એજાઝ શાહબુદીન દલ અને રીયાઝ ઉર્ફે તડકી ફારૂક ચૈહાણ સામે મૃતકના પુત્રએ ફરીયાદ નોધાવતા તપાસનીસ અધિકારીએ આ ત્રણ આરોપીને તાલાળા પાસે આવેલ જાવંત્રી ગામ નજીક છુપાયેલ હોવાની હકીકત મળતા ત્યાથી પકડી પાડી ઊના લાવી તપાસ શરૂ કરી ધોરણસર અટક કર્યા બાદ ઊનાની નામદાર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરી બે દિવસની રીમાન્ડ પર લઇ આ હત્યામાં વપરાયેલ હથિયારો તેમજ બાઇક સહીત મુદામાલ કબ્જે લેવા તપાસ હાથ ધરાયેલ છે.
ગીરગઢડાના થોરડીમાં મહિલા સહિત પ ને ઝેરી મધમાખીએ ડંખ માર્યો
ગીરગઢડાના થોરડી ગામના નવાપરા વિસ્તારમાં રહેતા અને સીમ વિસ્તારમાં લાકડા કાપવા ગયેલા હતા. અને ત્યાં લાકડા કાપતા હતા ત્યારે અચાનક ઝાડમાંથી ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટકતા સમજુબેન ચુડાસમા, લાભુબેન શિયાળ, હરસુખભાઇ મકવાણા સહીતના પાંચ જેટલા લોકોને ડંખ મારી ઇજા પહોચાડી હતી. આ અંગેની જાણ ઇમરજન્સી 108ને કરતા તાત્કાલીક ઊનાની એમ્બ્યુલન્સે તમામ ઇજાગ્રસ્ત લોકોને ગીરગઢડા સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલ હતા જોકે થોડા દિવસ પહેલા ઊનાની શાળાના ક્લાક રૂમમાં ઝેરી મધમાખીના ઝુંડએ વીસ જેટલા છાત્રોને ડંખ મારતા ઇજા કરતા તાત્કાલીક ઊના હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલા હતા. જ્યારે કંસારી રોડ પર પણ છેલ્લા ધણા સમયથી ઝેરી મધમાખીના ત્રાસથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આવા ઝેરી મધમાખીના ઝુંડને તાત્કાલીક નાશ કરી દૂર કરવા લોકોની માંગ ઉઠી રહી છે.


Loading...
Advertisement