પ્રેમીપંખીડાના આપઘાતમાં યુવાને દમ તોડી દીધા બાદ યુવતિને બચાવાઈ

24 February 2020 09:41 AM
Amreli
  • પ્રેમીપંખીડાના આપઘાતમાં યુવાને દમ તોડી દીધા બાદ યુવતિને બચાવાઈ

જાફરાબાદના ટીંબી ગામના બનાવમાં યુવતિની સારવાર કારગત : પોલીસ દોડી

ઊના તા.24
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પાંચ દિવસ પહેલા પ્રેમી પંખીડાઓએ ધઉંમાં નાખવાના ઝેરી દશ ટીકડા થમ્સપની સોડામાં નાખી એક સાથે ગટગટાવી જતાં આ બન્ને પ્રેમી પંખીડાને જુદી જુદી હોસ્પીટલમાં સારવારમાં ખસેડતા પ્રેમીનુ પાંચ દિવસ પહેલા રાજુલાની હોસ્પીટલમાં મૃત્યુ થયેલ હતુ. જ્યારે પ્રેમીકા સગીર યુવતીને ઊના સરકારી હોસ્પીટલમાં સારવાર અપાયેલ હતી. અને તબીબ ડો. એન કે જાદવએ તાત્કાલીક સારવાર આપી યુવતીની જીંદગી બચાવી લઇ મોટા આર્થીક ખર્ચ માંથી પરીવારને ઉગારેલ છે.
ગત તા.16 ફેબ્રુ2020ના યુવતી ગંભીર હાલતમાં લાવતા અને ઝેરી ટીકડાના કારણે જીંદગી બચાવવી અતી મુશ્કેલી હોય છે. પરંતુ કુદરત જેને રાખે છે તેને કોણ મારી શકે ભગવાનનો સાથ અને ડોક્ટરોની સુંદર કામગીરીએ જીંદગી અને મોત વચ્ચે ઝુઝમતી આ યુવતીને પાંચ દિવસ સુધી સરકારી હોસ્પીટલના તબીબ સ્ટાફએ સારવાર આપી ગરીબ પરીવારની આ યુવતીને ઓછામાં ઓછા 2 થી 3 લાખના આર્થીક ખર્ચ માંથી પણ બચાવી નવીજીંદગી આપતા આ ગરીબ પરીવારે તબીબનો સેવાકીય કામગીરીને બિરદાવેલ હતી.


Loading...
Advertisement