અમદાવાદ: મોટેરામાં કાલે મોદી-ટ્રમ્પ જે ગેટ પર થી એન્ટ્રી લેવાના છે તે આજે એકાએક પડ્યો

23 February 2020 12:55 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ: મોટેરામાં કાલે મોદી-ટ્રમ્પ જે ગેટ પર થી એન્ટ્રી લેવાના છે તે આજે એકાએક પડ્યો

VVIP ગેટ નં.૨ આજે ધરાશાયી થયો

અમદાવાદ : કાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'નમસ્તે ટ્રમ્પ'કાર્યક્રમ માં ૧.૨૦ લાખ લોકો સંબોધશે. ત્યારે આજે સવારે તેઓ મોટેરા નો ગેટ નંબર ૨ જે VVIP ગેટ છે અને જે ગેટ પર થી કાલે ટ્રમ્પ અને મોદી નો કાફલો નીકળશે તે આજે એકાએક ધરાશાયી થયો. લોખંડ નો પ્રવેશદ્વાર આજે પડી જતાં અફડાતફડી જોવા મળી હતી, પરંતુ સદનસીબ કોઈને જાનહાનિ ન થઈ. ૨૪ કલાક સુરક્ષાકર્મી ત્યાં તૈનાત છે પરંતુ આ ઘર સમયે કોઈને સદનસીબે ઇજા ન પહોંચતા અધિકારીઓએ રાહતના શ્વાસ લીધા અને ફરી ગેટ ઊભો કરવા માટે સૂચના આપી. હાલ ક્રેન દ્વારા યુદ્ધના ધોરણે ગેટ ઊભી કરવાની કામગીરી ચાલુ છે.

https://www.instagram.com/p/B85oFe4hsvy/?igshid=1g3dabsolrk3r


Loading...
Advertisement