ચીને વિમાનને મંજૂરી ન આપતા ભારતીયોની વાપસી અટકી

22 February 2020 07:04 PM
India World
  • ચીને વિમાનને મંજૂરી ન આપતા ભારતીયોની વાપસી અટકી

કોરોના ગ્રસ્ત વુહાનમાં દવાઓ સાથે જનાર ભારતીય વિમાનને મંજૂરી આપવામાં ચીનની આનાકાની

ભારતનું વાયુસેનાનું સૌથી મોટુ સી-17 ગ્લોબ માસ્ટર વિમાન દવાઓ લઈને કોરોના વાઈરસથી ગ્રસ્ત વુહાનમા જવા માટે તૈયાર છે પણ ચીને હજુ સુધી તેને મંજૂરી ન આપતા અનેક સવાલો ખડા થયા છે, સૂત્રોના જણાવ્યા મુજબ ચીન જાણી જોઈને ભારતીય વિમાનને મંજૂરી નથી આપતું, દવા લઈને જનાર ભારતીય વિમાન વુહાનમાં ફસાયેલા ભારતીયોને લઈને પાછુ ફરશે એવી ચિંતાએ ચીન મંજૂરી ન આપતું હોવાની ચર્ચા છે. સામે પક્ષે ચીને આવા આરોપોનો ઈન્કાર કર્યો છે ચીને જણાવ્યુ હતું કે મંજુરી આપવાના મુદ્દે બન્ને દેશના અધિકારીઓ આ વિમાન યાત્રાને અંતિમ સ્વરૂપ દેવા માટે વિચાર વિમર્શ કરી રહ્યા છે. ભારતે ગત 17 મી ફેબ્રુઆરીએ એલાન કર્યુ હતું કે વાયુસેનાનું વિમાન દવા લઈને ચીન જશે અને પરત ફરીને માત્ર ભારતીયોને જ નહીં પણ ફસાયેલા પડોશી દેશોના નાગરિકોને પણ સાથે લાવશે. પણ ચીને હજુ લીલીઝંડી નથી બતાવી.


Loading...
Advertisement