પ્રથમ ટેસ્ટ: ભારતનો દાવ 165માં સમેટાયો: કિવીઝની મજબુત સ્થિતિ; પાંચ વિકેટે 216

22 February 2020 05:40 PM
India Sports
  • પ્રથમ ટેસ્ટ: ભારતનો દાવ 165માં સમેટાયો: કિવીઝની મજબુત સ્થિતિ; પાંચ વિકેટે 216

કપ્તાન વિલીયમ્સનના 89 રન: ઈશાંતને 3 વિકેટ

વેલિંગ્ટન, તા. 22
ન્યુઝીલેન્ડનાં વેલિંગ્ટન ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારત ઉપર મુશ્કેલીનાં વાદળો છવાયા છે. પ્રથમ દાવમાં ભારતે 165 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ આજે બીજા દિવસની રમતનાં અંતે ન્યુઝીલેન્ડે 5 વિકેટનાં ભોગે 216 રન બનાવતા ન્યુઝીલેન્ડને 51 રનની લિડ મળી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ દાવમાં ભારત આજે 5 વિકેટે 122 રનથી આગળ રમતા 165 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ. ભારત વતી સૌથી વધુ 46 રન અજિંકય રહાણેએ બનાવેલ હતાં. જયારે ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ ટેસ્ટ રમી રહેલા કાઈલ જૈમિસને 4 અને સાઉથીએ પણ 4 વિકેટ ઝડપી હતી.

દરમ્યાન આજે બીજા દિવસની રમતનાં અંતે ન્યુઝીલેન્ડે 5 વિકેટનાં ભોગે 216 રન બનાવ્યા હતાં. કોલીન ડી.ગ્રાન્ડહોમ અને જે.વોટલીંગ રમી રહ્યા છે. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલીયમસનએ સૌથી વધુ 89 રન ફટકાર્યા હતાં. કિવીઝ કપ્તાને 93 બોલમાં 6 ફોરની મદદથી ભારત સામે તેની 17 મી અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી સાથે તેણે ભારત વિરૂદ્ધ ટેલરનાં સૌથી વધુ 17 અડધી સદીની બરોબરી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડની ટીમે બીજા દિવસે લંચ પર ગયા પહેલા વિના વિકેટે 17 રન બનાવ્યાહતા. ટોપ લાથમ 11 રન અને ટોમ બ્લંડેલ 6 રને રમી રહ્યા હતા લંચ બાદ ઈશાંત શર્માએ લેથમને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બાદ ઈશાંતે તુરંત જ બ્લંડેલને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.
100 મી ટેસ્ટ રમી રહેલા રોસ ટેલરની વિકેટ પણ ઈશાંતે ઝડપી હતી. 44 રનનાં સ્કોર ઉપર ટેલરને પુજારાનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બાદ બેટીંગ કરી રહેલા કિવીઝ કપ્તાન વિલીયમસનને મોહમ્મદ શમીએ 89 રને આઉટ કર્યો હતો.

આર. અશ્ર્વીને આ મેચમાં હેનરી નિકાલોસન 17 રનના રૂપમાં પ્રથમ વિકેટ ઝડપી હતી.


Loading...
Advertisement