મેલેનિયાની સરકારી સ્કુલની ઈવેન્ટમાંથી કેજરીવાલ-સિસોદીયાનું નામ દૂર કરાયું

22 February 2020 05:00 PM
India
  • મેલેનિયાની સરકારી સ્કુલની ઈવેન્ટમાંથી કેજરીવાલ-સિસોદીયાનું નામ દૂર કરાયું

મેલેનિયા દિલ્હીની સરકારી સ્કુલમાં હેપીનેસ કલાસનું નિરીક્ષણ કરશે

નવી દિલ્હી તા.22
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન તેમના પત્ની મેલાનિયા દિલ્હી ખાતે સરકારી સ્કુલમાં ‘હેપીનેસ કલાસ’નું નિરીક્ષણ કરવાના છે ત્યારે તેમની આ ઈવેન્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા હાજર નહીં રહી શકે.

મેલિયાની દિલ્હી સરકારી સ્કુલ ઈવેન્ટમાંથી આ બન્નેનું નામ હટાવાયું છે. આ અંગેની વિગત મુજબ મેલાનિયા ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીની એક સરકારી સ્કુલમાં બાળકો સાથે એક કલાકનો સમય ગાળશે. તેમના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સિસોદીયા પણ હાજર રહેવાના હતા પણ હવે આ બન્ને નેતાઓનું નામ હટાવાયું છે.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારે વર્ષ 2018માં હેપીનેસ કલાસની શરુઆત કરી હતી. જેનાથી બાળકોને માનસિક તનાવથી દૂર કરવામાં આવે છે. આ કલાસે મેલેનિયાનું ધ્યાન ખેંચ્યું છે.


Loading...
Advertisement