અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં કાફલામાં 13 વાહનો, ટ્રમ્પ કઇ કારમાં બેસે તેની કોઇને જાણ નહીં

22 February 2020 04:51 PM
India World
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં કાફલામાં 13 વાહનો, ટ્રમ્પ કઇ કારમાં બેસે તેની કોઇને જાણ નહીં
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં કાફલામાં 13 વાહનો, ટ્રમ્પ કઇ કારમાં બેસે તેની કોઇને જાણ નહીં

કાફલામાં રાષ્ટ્રપતિની સાથે જ તેમના જેવો બહેરૂપિયો પણ હાજર : હુમલાખોરોને ગેરમાર્ગે દોરવા બીસ્ટ કારની આબેહુબ નકલ : સુરક્ષા વ્યવસ્થા સઘન

વોશિંગ્ટન,તા. 22
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24મીએ ભારત દેશનાં પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓની અમદાવાદ ખાતેના પ્રવાસ દરમિયાન સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કેન્દ્રીય એજન્સી અને અમેરિકન સુરક્ષા એજન્સીઓએ અત્યારથી જ જવાબદારી સંભાળી લઇ કાર્યક્રમ સ્થળ ઉપરાંત ટ્રમ્પ જ્યાં જ્યાં પસાર થવાના હોય તે સ્થળની સુરક્ષા વ્યવસ્થા ચકાસી રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિનાં કાફલામાં 13 વાહનોમાં કંઇ કારમાં બહુરૂપિયા સાથે ટ્રમ્પ બેઠા હશે તેની સુરક્ષા એજન્સી સિવાય કોઇને જાણ હોતી નથી. આ 13 વાહનોનાં કાફલામાં આધુનિક અને મોટા-મોટા હુમલાઓ સામે ટકકર લઇ શકે તેવી બીસ્ટ કારનો સમાવેશ થાય છે.

અમદાવાદ ખાતે 24મીએ આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિના કાફલામાં કુલ 13 વાહનો હતો જેમાં કઇ કારમાં ટ્રમ્પ બેઠા હશે તેની કોઇને જાણ નહીં હોય કારણ કે કાફલામાં ટ્રમ્પના બહુરૂપિયા પણ હશે. આ કાફલામાં સૌથી આગળ 9 બાઈકસવાર પોલીસ કર્મીઓ જે એન્ટી હાઈ જેકિંગ ડ્રાઈવીંગમાં એક્સપર્ટ હોય છે તેની પાછળ કારનો કાફલો હોય છે. આ બાઈકસવારો સમગ્ર કાફલાનું નેતૃત્વ પુરું પાડે છે તેની પાછળ લીડ કાર એસયુવી જેમાં સુરક્ષા કર્મીઓ બેઠા હોય છે.

ચોથા નંબરે સ્પેયર કાર હોય છે જે હુમલાખોરોને ગેરમાર્ગે દોરવા માટે રાષ્ટ્રપતિની કાર બીસ્ટની આબેહુબ નકલની હોય છે તેની પાછળ રાષ્ટ્રપતિની બીસ્ટ હોય છે જેમાં રાષ્ટ્રપતિની સાથે જ તેમના જેવો એક બહુરૂપિયો પણ હાજર હોય છે. છઠ્ઠા નંબરની કારમાં રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ક્લોઝ પ્રોટેકશન ગ્રુપનાં જવાન હોય છે તેની પાછળ વોર ટાવર કાર હોય છે. આ કારમાં રિમોટ કંટ્રોલ બોમ્બ અને હથિયારોને રોકવાની તાકાત ધરાવે છે. આઠમાં નંબરની કારમાં ન્યુક્લિયર બટન સાથે સૈન્યના અધિકારીઓ અને ડોક્ટરો હાજર સવાર હોય છે.

આમ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અભેદ સુરક્ષા વ્યવસ્થા હોય છે જેને તોડવી અઘરી નહીં કઠીન છે.


Loading...
Advertisement