દેવીપૂજક પરિવારનાં બ્રેઇન ડેડ જાહેર કરાયેલા સ્વજનનાં અંગોનું દાન કરાયું

21 February 2020 06:09 PM
Rajkot
  • દેવીપૂજક પરિવારનાં બ્રેઇન ડેડ જાહેર કરાયેલા સ્વજનનાં અંગોનું દાન કરાયું

જામનગર નજીક ખાવડી ગામે રહેતા દેવીપૂજક દિનેશભાઈ વલ્લભભાઈ કે જેઓ ભંગાર વીણવાનું પરચુરણ કામ કરી પોતાના પરિવારની આજીવિકા મેળવતા જેઓનું તા. 7-2નાં રોજ રાત્રે વાહને હડફેટે લેતાં ગંભીર ઇજાઓ થતા જેઓને જી.જી. હોસ્પિટલમાં જામનગર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ. જેઓને સારવાર બાદ ડોક્ટરે બ્રેઇન ડેડ તરીકે જાહેર કરેલ હતાં.
ડો. મીતાબેન પટેલ તથા તેના સાથી ડોક્ટરની ટીમે આ ગરીબ પરિવારને કુનેહપૂર્વક અને શરીરનાં મહત્વના અંગોનું દાન કરવા માટે અને અન્યોને ઉપયોગી થવા માટે સમજાવતા જે અન્યને ઉપયોગી થવાની કાર્યવાહીમાં તેઓનો પરિવાર સંમત થતાં ગુજરનારની બંને કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવેલું અને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપવા માટે ગરીબ પરિવારે જે નિર્ણય કરેલ જેથી અમદાવાદથી એક ટીમ વહેલી સવારે આવેલ અને અંગદાનથી મેળવેલ કિડની અને લીવર તાબડતોબ અન્ય દર્દીઓને પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી. આવી રીતે ગરીબ પરિવારે ત્રણ દર્દીઓને નવજીવન આપી સમાજ માટે સરાહનીય કામગીરી કરી સમાજમાં એક ઉત્તમ દાખલો પુરો પાડવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ કે જે ત્રણ વર્ષથી અંગદાન, ચક્ષુદાન, દેહદાન સંબંધેની કાર્યવાહી કરવા માટે કાર્યરત છે. જે ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ આર. મહેતા તથા વાઈસ ચેરમેન રસીકભાઈ કે. ટાંક તુરત જામનગર ખાતે ખાવડીમાં આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તેમના ઘરની મુલાકાત લઇ અને સંસ્થા તથા સમાજ વતી ઋણ સ્વીકાર કરેલ.


Loading...
Advertisement