બ્રહ્માકુમારીઝ દ્વારા 84મી શિવજયંતિની શાનદાર ઉજવણી

21 February 2020 05:38 PM
Rajkot Saurashtra
  • બ્રહ્માકુમારીઝ દ્વારા 84મી શિવજયંતિની શાનદાર ઉજવણી
  • બ્રહ્માકુમારીઝ દ્વારા 84મી શિવજયંતિની શાનદાર ઉજવણી
  • બ્રહ્માકુમારીઝ દ્વારા 84મી શિવજયંતિની શાનદાર ઉજવણી
  • બ્રહ્માકુમારીઝ દ્વારા 84મી શિવજયંતિની શાનદાર ઉજવણી

રાજકોટ : અજ્ઞાન અંધકારને દૂર કરી જ્ઞાનની રોશની આપનાર, દુ:ખ-અશાંતિને ભગાવી દરેક મનુષ્યાત્માને સાચી સુખ-શાંતિ આપનાર, મનુષ્યાત્માઓના અવગુણોરુપી વિષ પીને વિષયૃ-વિકારોમાંથી મુક્ત કરી જ્ઞાન-ગુણો શક્તિઓનું અમૃતપાન સંગમના શ્રેષ્ઠ પરિવર્તનકાળમાં કરાવનાર સર્વ આત્માઓનાં પિતા શિવ-સ્વયંનું નિરાકાર પરમાત્મા શિવનાં આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણની યાદગારનો મહાન પર્વ એટલે મહાશિવરાત્રિ. આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા 21 ફેબ્રુઆરી શિવજયંતિનાં દિવસે અલગ અલગ કાર્યક્રમો દ્વારા 84 શિવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં રાજકોટ તથા આસપાસના સર્વ સેવા કેન્દ્રો પરથી સુંદર ગાડીઓની સજાવટ સાથે શિવ સંગ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ત્રંબા-હેપી વિલેજ ખાતે ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતીદીદીજી, સર્વ સેવા કેન્દ્રોનાં બ્રહ્માકુમારી બહેનો તથા આસપાસનાં ગામોનાં મહિકા, ત્રંબા, ગઢડા, અણીયારા વગેરેના સરપંચો આગેવાનોના વરદ હસ્તે શિવધ્વજારોહણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનું અનોખુ આકર્ષણ એટલે કે સિવલીંગ આકારમાં બેઠેલા સર્વ શિવપ્રેમી આત્માઓ સાથે-સાથે અવધપુરી સેવા કેન્દ્રની બી.કે. રેખાબેને શિવરાત્રિનું આધ્યાત્મીક રહસ્ય બતાવ્યું. ભારતીદીદીએ શિવ જયંતિની મુબારક આપી અને સર્વ આમંત્રિત મહેમાનોએ આ પર્વની શુભકામનાઓ પાઠવી. અંતમાં સર્વ પ્રભુ ભક્તોએ શિવ મહાઆરતીનો લાભ લઇ પ્રસાદ લઇ પ્રસ્થાન કર્યું.


Loading...
Advertisement