આ નાગરિક અભિનંદન સમિતિ કયાંથી ફૂટી નીકળી: કાર્યક્રમ ખાનગી સંસ્થાનો હોય તો ગુજરાતે 120 કરોડ કેમ ખર્ચ્યા?

21 February 2020 05:33 PM
Ahmedabad Gujarat
  • આ નાગરિક અભિનંદન સમિતિ કયાંથી ફૂટી નીકળી: કાર્યક્રમ ખાનગી સંસ્થાનો હોય તો ગુજરાતે 120 કરોડ કેમ ખર્ચ્યા?

વિપક્ષી નેતાઓને આમંત્રવામાં આવ્યા છે કે કેમ તે પ્રશ્ર્ન ઉડાવી દેતા પ્રવકતાથી કોંગ્રેસ છંછેડાઈ : આમંત્રણ આપવાનો નિર્ણય સમિતિ કરે છે: વિદેશ ખાતાના પ્રવકતા

અમદાવાદ તા.21
અમદાવાદમાં મોટેરા સ્ટેડીયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આયોજક નાગરિક અભિનંદન સમીતીની ઓળખ વિષે કોંગ્રેસે સવાલ કર્યા છે.
શ્રેણીબદ્ધ ટિવટ કરતા કોંગ્રેસ પ્રવકતા રણદીપસિંહ સૂરજેવાલાએ જાણવા માંગ્યું હતું કે સમીતીના વડા કોણ છે અને ટ્રમ્પને કયારે આમંત્રણ આપવામાં આવ્યું.
વિદેશખાતાના પ્રવકતા રવીશકુમારને પ્રશ્ર્ન કરાયો હતો કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વિપક્ષી નેતાઓને નોતરવામાં આવશે કે કેમ. જવાબમાં રવીશકુમારે ટિપ્પણી કરી હતી કે કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમીતી દ્વારા કરાઈ રહ્યું છે અને પછી કોંગ્રેસે સમીતી વિષે વધુ જાણવા માંગ્યું હતું.
રવીશકુમારે જણાવ્યું હતું કે કોને આમંત્રવા તેનો નિર્ણય સમીતી કરી રહી છે. ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા હ્યુસ્ટનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો તેવો જ આ કાર્યક્રમ છે.
અન્ય એક ટવીટમાં સૂરજેવાલાએ જણાવ્યું હતું કે અજાણી ખાનગી સંસ્થા દ્વારા કાર્યક્રમ થતો હોય તો ગુજરાત સરકાર 3 કલાકના કાર્યક્રમ માટે રૂા.120 કરોડ કેમ ખર્ચી રહી છે.
વિપક્ષી નેતાઓને આમંત્રવામાં આવ્યા નથી. પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યાલયે જણાવ્યું હતું કે ટ્રમ્પની મુલાકાતના કોઈ કાર્યક્રમનું તેમને આમંત્રણ નથી મળ્યું.


Loading...
Advertisement