‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય

21 February 2020 05:32 PM
Rajkot Dharmik Gujarat Saurashtra
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય
  • ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવ રથયાત્રાનો પ્રારંભ : રાજકોટ શિવમય

રથયાત્રામાં સાતમા જયોતિર્લિંગ શ્રી રામેશ્વર મહાદેવનો મુખ્ય રથ : રથયાત્રાના દર્શનાર્થે ભાવિકોની રસ્તાની બંને બાજુ કતાર : બોલબાલા મહાદેવ મંદિરે ધર્મોલ્લાસ સાથે ઉજવાતો મહાશિવરાત્રી મહોત્સવ : સાંજે હનુમાન યંત્રનું વિતરણ

રાજકોટ તા.21
‘હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાય’ના ગગભેદી નાદથી રાજકોટના શિવાલયો ગુંજી ઉઠયા છે. આજ વહેલી સવારથી શિવાલયોમાં ભકતો ભારે ભીડ જોવા મળી રહી છે. ભકતો મહાદેવને અભિષેક, પૂજન-અર્ચન, જાપ કરીને શિવભકિત કરી રહ્યા છે. આજે શિવભકતો ઉપવાસ અથવા એકટાણુ કરીને શિવ આરાધના કરશે.

આજે મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશનામ ગોસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આજે બપોરે બે વાગે શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર, કોઠારીયા મેઈન રોડથી પ્રસ્થાન થયું હતું. જે જે સોરઠીયાવાડી સર્કલ, નટેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, ધારેશ્વર મહાદેવ મંદિર, નાગરિક બેંક ચોક, મકકમ ચોક, ગોંડલ રોડ, બોમ્બે હોટલ ચોક, મહાકાલેશ્વર મંદિર (માલવિયા ચોક), રામકૃષ્ણ આશ્રમ, જાગનાથ મહાદેવ મંદિર, જીલ્લા પંચાયત ચોક, સદર, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, થઈને ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં રથયાત્રાનું સમાપન થશે. ત્યાં મહાઆરતી બાદ રાત્રે 8 વાગે મહાપ્રસાદ યોજાશે.

રથયાત્રાના રૂટ પર આવતા તમામ શિવાલયોમાં ધ્વજારોહણ, પૂજા-અર્ચન વગેરે સમિતિના સભ્યો દ્વારા કરાશે. સાથોસાથ રૂદ્રાક્ષના પારાઓનો રૂદ્રાભિષેક કરી રથયાત્રા નિહાળવા આવનાર દર્શનાર્થીઓને પારો પ્રસાદી રૂપે અપાશે.

શિવ રથયાત્રામાં ઉંટગાડી, હાથી, ઘોડા, બગી, બાઈક, 12 જયોતિર્લિંગના ફલોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 25 ફલોટસ સામેલ કરાયા છે. સમિતિને સાતમુ વર્ષ હોવાથી સાતમા જયોતિલિર્ંગ શ્રી રામેશ્વર મહાદેવનો મુખ્ય રથ રહ્યો છે. રથયાત્રામાં બોલબાલા, સદભાવના, બ્રહ્માકુમારીઝ વગેરેના પ્રેરક ફલોટસ સામેલ છે.

પુસ્તકનું વિમોચન
મહાદેવના પાવનપર્વ મહાશિવરાત્રી પર કણસાગરા મહિલા કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફીસર અને અધ્યક્ષ ડો. યશવંત ગોસ્વામી દ્વારા સંપાદીત અને લેખીત પુસ્તક ‘શિવ આરાધના’નું વિમોચન કાલે તા.21ના મહાશિવરાત્રીના દિવસે સાંજે 6 વાગ્યે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે આર્ષવિદ્યા મંદિર મૂંજકા આશ્રમ સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં સૌરાષ્ટ્ર યુનિ. પાછળ રાખવામાં આવેલ છે.

સંકીર્તન મંદિર
પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિર રાજકોટ ખાતે કાલે તા.21ના શુક્રવારે મહાશિવરાત્રી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાશે જેમાં સવારે 5-30 વાગ્યે સંકીર્તન મંદિરેથી પ્રભાતફેરી નીકળી હતી. રાત્રે 10થી 12 દરમ્યાન મહાદેવને રૂદ્રાભિષેક, પૂજન, અર્ચન તેમજ રાત્રે 12 વાગ્યે ઉત્સવ આરતી થશે.

પ્રભાતફેરી
પ્રેમભીક્ષુજી મહારાજ પ્રરીત હરીનામ સંકીર્તન મંડલ દ્વારા તા.23ના સવારે 5-30 કલાકે સંકીર્તન મંદિરેથી પ્રભાતફેરીનું આયોજન કરાયું છે.

બોલબાલા ધામ
બોલબાલા મહાદેવ મંદિર ખાતે આજે તા.21ના ભગવાન આસુતોષ, નિલકંઠ, મહાદેવજીનો મહા ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. બોલબાલા મહાદેવજીને 1008 રૂદ્રાક્ષનો મહા અભિષેક, આબેહુબ શિવલીંગજીના વિશેષ દર્શન 1008 દીવાની દીપમાળા, મહાઆરતી, ચાર પ્રહરની પૂજા, વિશેષ રંગોળી દર્શન સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે 1000 લીટર ભાંગનો પ્રસાદ તેમજ ઉપવાસીઓ માટે ફરાળનું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે 1000થી વધુ હનુમાન યંત્રોનું સાંજે આરતી બાદ દરેક ભાવીકોને નિશુલ્ક વિતરણ કરવામાં આવશે.

આ અવસરે બોલબાલા ધામ ખાતે સંતો મહંતો સમાજ શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતમાં ધુન ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે 1000 કીલો લાડવા અને 500 કીલો જેટલો ખોળ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં નિરાધાર અને અશકત ગૌમાતાઓને નિરવામાં આવેલ.

આ ઉત્સવને સફળ બનાવવા ટ્રસ્ટ પ્રમુખ જીજ્ઞેશભાઈ, જયેશભાઇ ઉપાઘ્યાય, ભીખાભાઈ દવે, પ્રભાબેન પટેલ, અશોકભાઈ દવે, સુરેશભાઈ મારૂ, યશવંતભાઈ જોબનપુત્રા, મંજુબેન પટેલ, અરવીંદભાઈ સહિતના અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

ચિત્રકૂટધામ રામજી મંદિર
ચીત્રકુટ ધામ રામજી મંદિર 4 ધર્મજીવન સોસાયટી ભકિતનગર સર્કલ પાસે આવેલ નીજ મંદિરમાં આજે તા.21ના મહાશિવરાત્રી મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારે મંગળા આરતી દર્શન બાદ ગોપી સત્સંગ મંડળના ધુન ભજન ભગવાન શ્રી નર્મદેશ્વર મહાદેવજીની મહાપૂજા સવારે 10-30 કલાકે પુ.ગુરૂદેવ ગોકર્ણદાસજી મહારાજ પોતાની આગવી શિવ સંગીતમય રૂદ્રાષ્ટક પાઠનું મહાત્મયનું દિવ્ય રસપાન કરાયું હતું. બપોરે 12 વાગ્યે ભગવાન શ્રી નર્મદેશ્વર મહાદેવજીની 108 દીપદાન સાથે મહાઆરતી ત્યારબાદ ભાંગની પ્રસાદીનું વિતરણ કરાશે. સાંજે 6 વાગ્યે થી રાત્રે 8-30 શૈલેષભાઈ સગપરીયા પરીવાર તરફથીમિહાદેવજીનું ષોડષોપચાર પુજન, રાત્રે 9થી 12 રૂદ્રીપાઠ દ્વારા મહાદેવજીને દિવ્ય અભિષેક પૂજન રૂદ્રાભીષેક રાત્રે 12 કલાકે 108 દીપદાન સાથે મહાઆરતી દર્શન સૌ ભાવિકોને આ અવસરનો લાભ લેવા મહારાજે જણાવેલ છે.

મહાશિવરાત્રી મહોત્સવ
ગોંડલ તાલુકાના રાણસીકી ગામે પૂ.સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમ ખાતે આવતીકાલે મહા શિવરાત્રી નિમિત્તે સવારે 9 વાગે શિવ સ્તોત્રપાઠ, ધૂન કીર્તન, સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મ.ની પ્રતિમાની પૂજનવિધી, સ્વાગત પ્રવચન, સ્વામી સદાનંદ સરસ્વતીજી મ. તતા સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મ.નું પ્રવચન, મહાનુભાવોના પ્રવચનો બપોરે સમૂહ ફલાહાર પ્રસાદ થયેલ રાત્રે 8-30થી શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન વિધી થશે.

રામેશ્વર મહાદેવ
રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે આવેલા પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રી નિીમતે આજે સવારની આરતી બાદ ઘ્વજારોહણ તેમજ બપોરે સાંજે અને રાત્રે દિવ્ય આરતીનું અને શ્રી જલારામ ગ્રુપ રાજકોટ દ્વારા હોસ્પિટલ ખાતે આવનાર દર્દીના સગા સંબંધીઓ તથા ભકતજનો માટે ફલાહારનું આયોજન કરાયું છે. તેમજ રામેશ્વર મહાદેવના સાંનિઘ્યમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દી નારાયણનું આરોગ્ય જલ્દીથી સારૂ થાય તેવા શુભ આશય સાથે લાલાભાઇ તથા રાજકોટ પોલીસ ગ્રુપ દ્વારા પોતાની મધુર વાણીથી શિવ ભજન સંઘ્યાનું રાત્રે 9 વાગ્યે આયોજન કરાયું છે.

શિવ રથયાત્રાનું પ્રસ્થાન
મહાશિવરાત્રી પર્વ અવસરે આજે દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રાનું પ્રસ્થાન કમલેશ્વર મહાદેવ મંદિર સોરઠીયાવાડી સર્કલ પાસેથી થયું હતું. જે સાંજે 7:30 કલાકે ચૌધરી હાઇસ્કૂલ ખાતે સમાધાન થઇ મહાઆરતી અને મહાપ્રસાદ (ફરાળ)નું આયોજન કરવામાં આવેલ છે. સતત 6 વર્ષથી શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સેંકડો ભકતો જોડાય છે અને વિવિધ ફલોટસ જોવા મળે છે.

શિવાલયોમાં ભાંગ વિતરણનો લાભ લેતા ભકતો
મહાશિવરાત્રીના પરમ પાવન દિવસે ભાંગ વિતરણનું મહાત્મય છે. આજે રાજકોટના શિવાલયોમાં આરતી બાદ ભાંગ વિતરણ કરવામાં આવેલ. ઉપરોકત તસ્વીરો પંચનાથ મહાદેવ મંદિરે ભાંગ વિતરણ કરવામાં આવેલ તેની છે. પ્રથમ તસવીરમાં લોકો ભાંગ વિતરણનો લાભ લેતા શિવભકતો, બીજી તસવીરમાં ભાગનો લાભ લેવા કતારમાં ઉભેલા ભકતો જોવા મળે છે. 


પળમાં પ્રગટ થતો તું ભોળનાથ છો
જન્મોજન્મનો એક જ તું સાથ છો,
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો.
બ્રહ્માંડનાં જીવોમાં ચૈતન્ય છો તું જ.
સ્મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છો.
દૈહિક, દૈવિક, આધ્યાત્મીક સિધ્ધિ વરસાવતો
દરેક જીવનો સનાતની શિવ સંગાથ છો
તું, તારો પરિવાર ને તારું સર્વસ્વ પૂજાય,
તું નિર્વિકલ્પ તું નિર્વિકાર તું નિરાકાર છો.
ઉમા, ગણેશ, લાભ, શુભ, રિધ્ધિ, સિધ્ધિ સૌ તું
તું અજન્મા ને અમર તું મહાકાલ છો
જન્મ, મરણનાં બંધનોથી તું મુક્ત કરતો,
કુબેરી ખજાનો ભભૂતનો તું પ્રસાદ છો
કાળ,, ભય અને રોગને પળમાં હટાવતો,
ઉર્જા ભંડાર બમ બમ ભોલેનો નાદ છો
કમી, કમજોરી અને વિઘ્નોનો નાશ કરતો
દેવોનો દેવ મહાદેવ મૃત્યુંજયી વૈદ્યનાથ છો
ગંગાધર સ્વરુપે પવિત્રતા વહેંચતો અને,
હળાહળ એકલો પી જતો તું પુરુષાર્થ
હૈયાનાં બીલીપત્રથી દૂધ, જળ પધરાવું તને,
તું શંખ, ડમરું, રુદ્રાક્ષનો મહા શિવરાત્ર છે.


Loading...
Advertisement