ગુજરાત કરતાં અમેરિકામાં ‘કેમ છો’નો પડઘો વધુ સંભળાય છે

21 February 2020 05:30 PM
Ahmedabad India
  • ગુજરાત કરતાં અમેરિકામાં ‘કેમ છો’નો પડઘો વધુ સંભળાય છે
  • ગુજરાત કરતાં અમેરિકામાં ‘કેમ છો’નો પડઘો વધુ સંભળાય છે

2000ની સાલમાં ટ્રમ્પના દેશમાં ગુજરાતી બોલનારાઓની સંખ્યા 2.35 લાખ હતી તે 2017માં 4.34 લાખ થઈ : આ વર્ષની વસતી ગણતરીનું ફોર્મ ગુજરાતીમાં પણ હશે

અમદાવાદ તા.21
સોમવારે ખીચોખીચ ભરેલું મોટેરા સ્ટેડીયમ અમેરિકી પ્રમુખને આવકારશે ત્યારે કાર્યક્રમને ‘નમસ્તે ટ્રમ્પ’નું સતાવાર નામ અપાયું હોવા છતાં ગુજરાતમાં ‘કેમ છો’ નો જ જુવાળ રહેશે. ટ્રમ્પનું અમેરિકા આવા અભિવાદનથી અજાણ્યું નથી. 2017માં 4.34 લાખ અમેરિકનોએ અધિકારીઓને જણાવ્યું હતું કે તે પોતાના ઘરમાં બીજી ભાષા તરીકે ગુજરાતી બોલે છે.
અમેરિકામાં 2002માં ગુજરાતી બોલતા લોકોની સંખ્યા 2.35 લાખ હતી તે 84% વધી 2017માં 4.34 લાખ થઈ હતી. અમેરિકામાં 2020માં વસતી ગણતરી થશે ત્યારે 59 ભાષાઓમાં ગુજરાતીનો પણ સમાવેશ થશે. આ ફોર્મ ભારતની 8 ભાષાઓ સહિત કુલ 59 ભાષાઓમાં ઉપલબ્ધ બનશે.
આજે ઈન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે ઉજવાઈ રહ્યો છે, અને આ વર્ષની થીમ લેંગ્વેજીસ વિધાઉટ બોર્ડસ છે. છેલ્લા બે દસકામાં ટેકનોલોજી અને એનજીઓના કારણે અમેરિકામાં ગુજરાતી શીખવા અને લખવાની પ્રવૃતિ વધી છે.
48 પુસ્તકો લખનારા ન્યુયોર્કના લેખક પ્રીતિ સેનગુપ્તાને તેમના લખાણો બદલ કુમાર ચંદ્રક અને નર્મદ ચંદ્રક અપાયો ત્યારે ઈતિહાસ રચાયો હતો.
અમેરિકામાં આજે 50 નાના મોટા ગુજરાતી સામયિકો ચાલી રહ્યા છે. મોટાભાગના સામયિકો ગુજરાતી સમાજ અને સામાજીક સંગઠનો ચલાવે છે.

 


Loading...
Advertisement