ગુજરાત સહિત અનેક રાજયોમાં વરસાદની આગાહી: 24મીએ વિઘ્ન સર્જાશે?

21 February 2020 05:13 PM
Gujarat India
  • ગુજરાત સહિત અનેક રાજયોમાં વરસાદની આગાહી: 24મીએ વિઘ્ન સર્જાશે?

રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં હવામાન પલ્ટાશે

શિયાળાની ઋતુમાં દેશના અનેક રાજયોમાં અવાર-નવાર બદલાવ આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી તા.25મી સુધીમાં દેશના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજયોમાં છુટો છવાયો હળવો વરસાદ વરસે તેવી આગાહી વ્યકત કરી છે.
દિલ્હી સહિતનાં આસપાસના વિસ્તારોમાં ગુરૂવારે અને શુક્રવારે સવારે હળવા વરસાદ સાથે ઠંડો ભવન ફૂંકાયો હતો. ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ, મેરઠ, પ્રયાગરાજ, વારાણસી, આગ્રામાં પણ ગુરૂવારે રાત્રે હળવો વરસાદ વરસ્યો હતો. ઉત્તરાખંડમાં બુધવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદથી ફરી ઠંડીમાં વધારો થયો હતો. ન્યુનતમ તાપમાનનો પારો પટકાયો છે મસુરીમાં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાથી ઠંડી વધી રહી છે ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટર સેવાને અસર પડી હતી. આ વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસે તેથી હવામાન વિભાગે સંભાવના વ્યકત કરી છે.


Loading...
Advertisement