ભારતના રાજયોમાં ભૂખ, ગરીબી અને અસમાનતા વધ્યા છે: નીતિ આયોગનો રિપોર્ટ

21 February 2020 04:25 PM
India
  • ભારતના રાજયોમાં ભૂખ, ગરીબી અને અસમાનતા વધ્યા છે: નીતિ આયોગનો રિપોર્ટ

નવી દિલ્હી તા.21
નીતિ આયોગના ભારતના રાજયોમાં ભૂખ, ગરીબી અને અસમાનતાનો રિપોર્ટ ચિતા જન્માવે તેવો છે. અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે ભૂખ મિટાવવાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવા ભારત ઝઝુમી રહ્યું છે.

640 જીલ્લાના આધારે તૈયાર કરાયેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેકસ, 2019 મુજબ 25 રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો ગરીબી, ભૂખ અને આવકની અસમાનતાનો સામનો કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સની મહાલત છે. 2015માં 2030નો ટાર્ગેટ નકલી કર્યો હતો એને અનુરૂપ ભારતમાં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલસ રાખવામાં આવ્યા હતા.

ઈન્ડેકસમાં કેન્દ્ર સરકારની યોજનાઓના અમલના આધારે 100 રાષ્ટ્રીય સૂચકાંકો સામે રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોના પર્ફોમન્સનું આકલન કરાયું હતું, ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેકસ 2019-20માં તેનું સ્થાન 57થી સુધારી 60 કર્યું છે, પણ રાજયોનો સ્કોર ચિંતાજનક વલણ દર્શાવે છે.

મેઘાલય, હિમાચલ પ્રદેશ, તેલંગણ અને મહારાષ્ટ્રમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. આંધ્રપ્રદેશ અને સિકકીમે કેટલાક પોઈન્ટસ સાથે ગ્રોથ નોંધાવ્યો હતો. એ સિવાયના રાજયોનો સ્કોર 1થી18 રહ્યો હતો, જે ગરીબીમાં વધારો દર્શાવે છે. બિહાર અને ઓડિશા ઉપરાંત ઝારખંડ, ઉતરપ્રદેશ, પંજાબ, આસામ અને પશ્ર્ચિમ બંગાળ યાદીમાં છેવાડે રહ્યા છે.

આ સિવાય, ગોવા, ત્રિપુરા અન તામિલનાડુ અનુક્રમે 76,72 અને 70 પોઈન્ટ સાથે આગળ છે. છતીસગઢ અને ઝારખંડની અનુક્રમે 40% અને 37% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. વિજળીકરણ અને સ્વચ્છ કુકીંગ ઈંધણ આપવામાં દેશે કમાલ કરી છે. ગ્રામીણ રસ્તા અને મોબાઈલ ફોનના ફેલાવા સંબંધી 9માં ગોલ બાબતે પણ ભારતે આઉટ પર્ફોમ કર્યું છે. આવાસની સારી સુવિધા પુરી પાડી સરકારે ગોલ 11 બાબતે સુધારો કરવામાં સફળતા મેળવી છે, પણ ગરીબી નિવારણ ભૂખનો અંત, આર્થિક વિકાસ અને જમીન પર જીવનના સંરક્ષણ તથા શાંતિ જાળવવામાં ભારતનો દેખાવ ખરાબ રહ્યો છે.


Loading...
Advertisement