ટ્રમ્પને ભારત આવતા પહેલા ભાંગ ચડી: મારા સ્વાગતમાં 1 કરોડ લોકો આવશે

21 February 2020 04:24 PM
India World
  • ટ્રમ્પને ભારત આવતા પહેલા ભાંગ ચડી: મારા સ્વાગતમાં 1 કરોડ લોકો આવશે

અગાઉ તેમણે 70 લાખનો આંકડો આપ્યો હતો

વોશિંગ્ટન તા.21
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે, અમદાવાદ એરપોર્ટથી સ્ટેડીયમ સુધી 70 લાખ લોકો તેમના સ્વાગતમાં ઉભા રહેશે. હવે તેમનું કહેવું છે કે 1 કરોડ લોકો આવકારશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ વધુમાં વધુ 1-2 લાખ લોકો ઉમટી પડશે.

નાટકીય અંદાજમાં તેમણે સવાલ કર્યો હતો કે કેટલા લોકો ઉભા હશે? 1 લાખ કે 70 લાખ કે પછી 1 કરોડ.

કોલરાડોમાં એક રેલીને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આગલા સપ્તાહે હું ભારત જઈ રહ્યો છું. પીએમ મોદી મને બહુ પસંદ છે. હું તેમની સાથે ટ્રેડ ડીલ બાબતે વાત કરીશ. સ્ટેડીયમ જતી વખતે 1 કરોડ લોકો અમારું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોદીએ મને 1 કરોડ લોકો તમારું સ્વાગત કરશે એવી વાત કરી હતી.


Loading...
Advertisement