‘ગોળ કેરી’માં મિકા સિંહે ગાયુ ‘સોણી ગુજરાતની’

21 February 2020 03:23 PM
Entertainment
  • ‘ગોળ કેરી’માં મિકા સિંહે ગાયુ ‘સોણી ગુજરાતની’

મુંબઈ, તા. 21
મિકા સિંહે ‘ગોળકેરી’ માં ગીત ગાવાની તક મળતા ખુશી વ્યક્ત કરી છે. 28 ફેબ્રુઆરીએ આ ફિલ્મ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, હર્ષિતા, વંદના પાઠક અને સચિન ખેડેકર જોવા મળશે. ફિલ્મનું મ્યુઝિક વર્તમાન સમયને અનુરૂપ છે.

પહેલીવાર ગુજરાતી ગીત ગાનાર મિકા સિંહે કહ્યું હતું કે ‘હું ગુજરાતી ભાષામાં ગાવાની તક શોધતો હતો, કેમ કે મેં ઘણી ભાષાઓમાં ગીત ગાયા છે. એથી ગુજરાતી ચાહકો માટે પણ એક ગીત હોવું જોઈએ એવું મને લાગતુ હતું. હું જયારે પણ વિદેશમાં જાઉ છું તો હંમેશા મારા ટ્રેકસ ગાઉ છું. હવે આ ટ્રેકસમાં ધમાકેદાર ગુજરાતી ગીતનો પણ ઉમેરો થયો છે. ‘સોણી ગુજરાતની’ ગીતમાં મારી સાથે પાર્થિવ ગોહિલે પણ અવાજ આપ્યો છે. મને આશા છે કે મારા ચાહકોને એ ગીત પસંદ પડશે.’


Loading...
Advertisement